
ભારતમાં સોનાના પછી સૌથી વધુ ખરીદાતી કિંમતી ધાતુ તરીકે ચાંદીનું મહત્વ ખૂબ મોટું છે. પરંતુ હવે ચાંદી ખરીદવાની યોજના બનાવી રહેલા લોકો માટે આગામી દિવસોમાં ખર્ચ વધી શકે છે. કેન્દ્ર સરકારે ચાંદીની આયાત સંબંધિત નિયમોને વધુ કડક બનાવતાં તેને ‘ફ્રી’ કેટેગરીમાંથી કાઢીને ‘રિસ્ટ્રિક્ટેડ’ શ્રેણીમાં સામેલ કરી છે. (Image Credit Source: Social Media)

એટલે કે હવે વિદેશથી ચાંદી મંગાવવા માટે આયાતકારોને સરકારની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બનશે. બજાર નિષ્ણાતો માને છે કે આ નિર્ણયના કારણે સ્થાનિક બજારમાં ચાંદીની સપ્લાય ઘટી શકે છે અને તેની સીધી અસર ભાવ પર જોવા મળી શકે છે. (Image Credit Source: Social Media)

સરકારે આ નિર્ણય કેમ લીધો? વિશ્વ સ્તરે વધી રહેલા તણાવ અને વૈશ્વિક અર્થતંત્રમાં સર્જાયેલી અનિશ્ચિતતાના કારણે ભારતના વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ વધ્યું છે. ખાસ કરીને ડોલરમાં થતા આયાત ખર્ચને નિયંત્રિત કરવા માટે સરકાર સતત પગલાં લઈ રહી છે. ભારત બહારથી મોટી માત્રામાં ચાંદી ખરીદે છે અને તેનું ચુકવણી ડોલરમાં થાય છે. આવી સ્થિતિમાં સરકાર વિદેશી ચલણનો વ્યય ઘટાડવા માંગે છે. (Image Credit Source: AI Generated)

આ પહેલા પણ કિંમતી ધાતુઓ પર કસ્ટમ ડ્યૂટીમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે આયાત પ્રક્રિયાને વધુ નિયંત્રિત કરીને સરકાર વેપાર ખાધ ઘટાડવા અને વિદેશી મુદ્રા ભંડારને સુરક્ષિત રાખવા પ્રયત્ન કરી રહી છે. (Image Credit Source: Social Media)

નવા નિયમોમાં શું બદલાયું? નવા નિયમો મુજબ હવે 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સિલ્વર બાર, સેમી-મેન્યુફેક્ચર્ડ સિલ્વર અને પાઉડર સ્વરૂપમાં આવતી ચાંદી માટે પણ આયાત પહેલાં સરકારી મંજૂરી લેવી પડશે. એટલે આયાત પ્રક્રિયા વધુ સમયખાઉ અને નિયંત્રિત બનશે. (Image Credit Source: AI Generated)

ભારતમાં ચાંદીનું સ્થાનિક ઉત્પાદન મર્યાદિત હોવાથી દેશ મોટા ભાગે આયાત પર આધારિત છે. જો આયાત ધીમી પડશે તો બજારમાં ઉપલબ્ધતા ઘટી શકે છે. આ પરિસ્થિતિ ભાવમાં તેજી લાવી શકે છે. (Image Credit Source: Social Media)

ચાંદીના ભાવમાં આવી શકે મોટો ઉછાળો: બજારના જાણકારોના મત મુજબ આયાતકારો માટે વધતી પ્રક્રિયાત્મક અડચણો સ્થાનિક બજારમાં ચાંદીની અછત સર્જી શકે છે. જો સપ્લાય ઘટશે તો MCX સહિતના ભારતીય બજારોમાં ચાંદીના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર કરતાં વધુ ઝડપથી વધી શકે છે. આવી સ્થિતિમાં સ્થાનિક પ્રીમિયમમાં પણ વધારો થવાની શક્યતા છે. (Image Credit Source: AI Generated)

ચાંદીનો ઉપયોગ હવે માત્ર દાગીના કે વાસણોમાં મર્યાદિત રહ્યો નથી. સોલાર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર અને અન્ય મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોમાં પણ તેની ભારે માંગ છે. (Image Credit Source: Social Media)

સપ્લાય ચેઇનમાં અવરોધ સર્જાય તેવી ભીતિ વચ્ચે વેપારીઓ મોટા પ્રમાણમાં સ્ટોક એકત્રિત કરી શકે છે. જેના કારણે માંગમાં વધારો અને ભાવમાં વધુ તેજી જોવા મળી શકે છે. (Image Credit Source: AI Generated)

આખરે આ તમામ અસરનો સીધો બોજ સામાન્ય ગ્રાહકો પર જ પડશે. જો તમે નજીકના સમયમાં ચાંદીના દાગીના, સિક્કા અથવા રોકાણ માટે સિલ્વર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો હવે તમને પહેલાં કરતાં વધુ કિંમત ચૂકવવાની તૈયારી રાખવી પડી શકે છે. (Image Credit Source: AI Generated)