
સાઉથ સિનેમાની સૌથી પ્રતિભાશાળી અને નેચરલ અભિનેત્રીઓમાં ગણાતી સાઈ પલ્લવી એ છેલ્લા એક દાયકામાં પોતાની અનોખી એક્ટિંગ અને સરળ વ્યક્તિત્વથી કરોડો ચાહકોનું દિલ જીત્યું છે. વધારે ગ્લેમર વગર, વિવાદોથી દૂર રહી અને માત્ર પોતાના ટેલેન્ટના બળ પર તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ ઉભી કરી છે. (Image Credit Source: Social Media)

આ જ કારણ છે કે સાઈ પલ્લવીને એવી અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે, જેઓની ફિલ્મો માત્ર સ્ટારડમ માટે નહીં પરંતુ મજબૂત કન્ટેન્ટ અને અભિનય માટે ઓળખાય છે. જોકે હવે તેમનું બોલિવૂડ ડેબ્યુ એવી બાબતને કારણે ચર્ચામાં આવ્યું છે, જેની કદાચ કોઈએ કલ્પના પણ નહોતી કરી. (Image Credit Source: Social Media)

સાઈ પલ્લવીએ વર્ષ 2015માં ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. લગભગ 11 વર્ષના તેમના ફિલ્મી સફરમાં તેમણે તમિલ, તેલુગુ અને મલયાલમ સિનેમામાં અનેક યાદગાર ફિલ્મો આપી છે. પ્રેમમ, ફીદા, લવ સ્ટોરી, શ્યામ સિંઘા રોય અને ગાર્ગી જેવી ફિલ્મોએ તેમને માત્ર સ્ટાર નહીં પરંતુ શક્તિશાળી પરફોર્મર તરીકે ઓળખ અપાવી છે.

પહેલી હિન્દી ફિલ્મ રહી ફ્લોપ: તાજેતરમાં સાઈ પલ્લવીએ હિન્દી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું. 1 મેના રોજ તેમની અને જુનૈદ ખાન ની ફિલ્મ Ek Din રિલીઝ થઈ હતી. ફિલ્મને લઈને શરૂઆતમાં સારો હાઇપ જોવા મળ્યો હતો, પરંતુ રિલીઝ બાદ દર્શકો તરફથી ખાસ પ્રતિસાદ મળ્યો નહીં. સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. (Image Credit Source: Social Media)

કેટલાક લોકોએ તેમના લુક, હિન્દી ઉચ્ચારણ અને સ્ક્રીન પ્રેઝન્સ પર સવાલ ઉઠાવ્યા, જ્યારે કેટલાક યુઝર્સનું માનવું છે કે બોલિવૂડના દર્શકો તેમને સાઉથના દર્શકો જેટલા સહજ રીતે સ્વીકારી શક્યા નથી. (Image Credit Source: Social Media)

એક ઇન્ટરવ્યૂ દરમિયાન સાઈ પલ્લવીએ પણ સ્વીકાર્યું હતું કે કદાચ ફિલ્મ માટે તેમની કાસ્ટિંગ યોગ્ય રીતે થઈ નહોતી. આ નિવેદન બાદ ફિલ્મ અને અભિનેત્રી બંને અંગે ચર્ચા વધુ તેજ બની ગઈ. તેમના લાંબા કરિયરમાં તેમની એક્ટિંગ અથવા ફિલ્મોની પસંદગી અંગે બહુ ઓછા નકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યા હતા. પરંતુ બોલિવૂડમાં એન્ટ્રી સાથે જ હવે તેમના ચમકતા રેકોર્ડ પર સવાલો ઊભા થવા લાગ્યા છે. (Image Credit Source: Social Media)

કરિયરમાં માત્ર એક જ ફ્લોપ ફિલ્મ: જો સાઈ પલ્લવીના સાઉથ ફિલ્મોના કરિયરની વાત કરીએ તો તેમણે અત્યાર સુધી અનેક સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. IMDbના રિપોર્ટ મુજબ તેમની કારકિર્દીમાં માત્ર એક જ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. બાકી મોટાભાગની ફિલ્મો હિટ અથવા બ્લોકબસ્ટર રહી છે. પરંતુ બોલિવૂડમાં પ્રથમ જ ફિલ્મ સાથે તેમને ફ્લોપનો ટેગ મળવો, તેમના અત્યાર સુધીના શાનદાર રેકોર્ડ પર એક ડાઘ સમાન માનવામાં આવી રહ્યો છે. (Image Credit Source: Social Media)

2015માં કરી હતી શરૂઆત: સાઈ પલ્લવીએ વર્ષ 2015માં 'પ્રેમમ'થી ફિલ્મી સફરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ત્યારબાદ તેમણે કાલી , ફીદા, લવ સ્ટોરી અને વિરાતા પર્વમ, મારી 2 જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા. તેમની ફ્લોપ ફિલ્મ તરીકે વર્ષ 2019ની NGKનું નામ લેવામાં આવે છે, જેમાં સૂર્યા અને રકુલ પ્રીત સિંઘ મુખ્ય ભૂમિકામાં હતા. (Image Credit Source: Social Media)

સાઈ પલ્લવીએ પોતાના ફિલ્મી કરિયરમાં અનેક જાણીતા અભિનેતાઓ સાથે કામ કર્યું છે. તેમણે નાગા ચૈતન્ય સાથે લવ સ્ટોરીમાં, વરુણ તેજ સાથે ફીદા માં અને દલકીર સલમાન સાથે કાળીમાં કામ કર્યું છે. ઉપરાંત તેઓ નની સાથે શ્યામ સિંઘા રોય અને MCA Middle Class Abbayiમાં પણ જોવા મળી હતી. સાઈ પલ્લવીએ રાણા દગ્ગુબાતી, સૂર્યા અને ફહદ ફાસીલ, ધનુષ જેવા સ્ટાર્સ સાથે પણ ફિલ્મો કરી છે. હવે તેઓ રણબીર કપૂર સાથે આવનારી Ramayanaમાં જોવા મળશે. (Image Credit Source: Social Media)

હવે ‘રામાયણ’માં જોવા મળશે: જોકે બોલિવૂડમાં તેમની શરૂઆત ખાસ સફળ રહી નથી, છતાં હવે વર્ષના અંતમાં તેઓ રામાયણ માં જોવા મળશે. નીતિશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ભવ્ય ફિલ્મમાં સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકામાં નજર આવશે. ફિલ્મમાં રણબીર કપૂર, યશ અને સુન્ની દેઓલ જેવા મોટા કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. રિપોર્ટ્સ મુજબ ફિલ્મનું બજેટ આશરે 4000 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. (Image Credit Source: Social Media)

ફેન્સ હજુ પણ સપોર્ટમાં: ભલે બોલિવૂડ ડેબ્યુથી સાઈ પલ્લવીને નિરાશા મળી હોય, પરંતુ તેમના ચાહકો હજુ પણ મજબૂતીથી તેમની સાથે ઉભા છે. ઘણા લોકોનું માનવું છે કે સાઈ પલ્લવી હંમેશા કન્ટેન્ટ આધારિત સિનેમાને મહત્વ આપે છે અને તેમની સાચી તાકાત તેમના પાત્રોમાં જોવા મળે છે, માત્ર ગ્લેમરસ ઈમેજમાં નહીં. (Image Credit Source: Social Media)

સાઈ પલ્લવીએ અનેક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેઓ એવી જ ફિલ્મો પસંદ કરે છે, જેમાં તેઓ પોતાને ભાવનાત્મક રીતે જોડાઈ શકે. કદાચ આ જ કારણ છે કે તેમની લોકપ્રિયતા માત્ર સાઉથ સુધી મર્યાદિત રહી નથી, પરંતુ સમગ્ર દેશમાં લોકો તેમની એક્ટિંગ અને સાદગીને પસંદ કરે છે. હવે સૌની નજર તેમની આગામી ફિલ્મ ‘રામાયણ’ પર ટકી છે, જે તેમની બોલિવૂડ કારકિર્દીને નવી દિશા આપી શકે છે. (Image Credit Source: Social Media)
Published On - 8:34 am, Sat, 9 May 26