
રકુલ પ્રીત સિંહ પછી અભિનેત્રી કાજલ અગ્રવાલે પણ સોશિયલ મીડિયા પર મંદોદરીના પાત્રમાં પોતાના શાહી લુકથી છવાય છે. તેમણે સેટ પરના બિહાઈન્ડ ધ સીનના ફોટો શેર કર્યા છે. પોતાના ફોટોની સાથે એક લાંબુ કેપ્ટશન પણ લખ્યું છે. તેમજ ચાહકોનો આભાર માન્યો છે.

આ ફોટોમાં કાજલ અગ્રવાલ લાલ,ગુલાબી અને મરુન રંગના સુંદર કપડામાં જોવા મળી રહી છે. લંકાની રાની મંદોદરીના પાત્રને જોઈ પોતાના શાહી લુકને ખુબ પસંદ કરી રહી છે.

તેમણે માથાથી લઈ પગ સુધી સોનાના ઘરેણાં પહેર્યા છે. આ સાથે તેના માથા પર એક ખાસ સુંદર ડિઝાઈનથી મુકુટ તૈયાર કરવામાં આવ્યું છે. જે દક્ષિણી-પૂર્વ એશિયાઈ સંસ્કૃતિના પારંપારિક શાહી મુકુટની યાદ દર્શાવે છે.

કાજલે પોતાની પોસ્ટની સાથે એક ખાસ નોટ પણ લખી છે. તેમણે કહ્યું કેટલીક ફિલ્મો કોઈ પાત્રની લંબાઈ અથવા સ્ક્રીન પર પસાર કરેલા સમયથી નહી જજ કરી શકાતી નથી.

તેના બદલે, તેમનું મહત્વ સ્ટોરીની ભવ્યતા, તેને બનાવવા માટે કરવામાં આવેલી મહેનત અને આપણી શ્રદ્ધા અને સંસ્કૃતિમાં રહેલી ખાસ ફિલ્મનો ભાગ બનવાના સૌભાગ્યથી નક્કી થાય છે.

કાજલે આગળ લખ્યું હું દિલથી એ તમામ લોકોનો આભાર માનવા માંગુ છું. જેમણે અમારી સાંસ્કૃતિક વિરાસતને આ સુંદર ભાગને આટલો પ્રેમ અને નાનો પરંતુ મહત્વના પાત્રને આટલો બધો અપનાવ્યો તેમજ પ્રેમ આપ્યો છે.

આ પહેલા એક ઈન્ટરવ્યુમાં કાજલે કહ્યું હતુ કે, રામાયણના સેટ પર કામ કરવા માટે તેનો અનુભવ બિલકુલ અલગ હતો. તેમણે કહ્યું હતુ કે, ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલી ટેકનિક અને તેની ભવ્યતાએ આ બાકી ફિલ્મોથી અલગ બનાવી છે.