Breaking News : નોવાક જોકોવિચ US Openના પહેલા રાઉન્ડમાંથી બહાર, 20 વર્ષ પછી આવી હાર મળી

US Openના પહેલા રાઉન્ડમાં નોવાક જોકોવિચને હારનો સામનો કરવો પડ્યો છે. તેમને વર્લ્ડના 49ના ખેલાડી 4 કલાક 36 મિનિટ ચાલેલી મેચમાં હરાવ્યો હતો.

| Updated on: Aug 31, 2026 | 1:16 PM
1 / 6
નોવાક જોકોવિચને યુએસ ઓપનના પહેલા રાઉન્ડમાં હાર મળી છે. તેમને ટેનિસ જગતના એક અજાણ વ્યક્તિએ 7-6(5), 5-7, 4-6, 6-2, 6-1થી હરાવ્યો છે.

2 / 6
જોકોવિચને હરાવી યુએસ ઓપનના પહેરા જ રાઉન્ડમાં બહારનો રસ્તો દેખાડનાર ખેલાડીનું નામ મારિયાનો નાવોન છે.

3 / 6
 યુ.એસ ઓપનમાં આર્જેન્ટીનાના મારિયાનો નાવોન બિનક્રમાંકિત ખેલાડી છે. મેચ પહેલા, સર્બિયાના નોવાક જોકોવિચ સામે તેની તકો નબળી માનવામાં આવી રહી હતી, જેમણે 24 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે. જોકે, મારિયાનોએ મેચમાં જોકોવિચને હરાવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

4 / 6
નોવાક જોકોવિચના લાંબા કરિયરમાં આવું 20 વર્ષ બાદ થયું છે. જ્યારે તે કોઈ ગ્રાન્ડસ્લૈમના પહેલા જ રાઉન્ડમાં હારી બહાર થવું પડ્યું હતુ. જોકોવિચને છેલ્લી વખત ગ્રાન્ડ સ્લૈમમાં પહેલા રાઉન્ડમાં હાર 2006માં ઓસ્ટ્રેલિયા ઓપનમાં મળી હતી.

5 / 6
5 સેટ સુધી ચાલેલી રમતમાં નોવાક જોકોવિચ જેવા મહાન ખેલાડીને હરાવી મારિયાનો નાવોને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જોકોવિચ પર પોતાની જીતને પોતાના કરિયરની સૌથી મોટી જીત બતાવી હતી. નાવોને કહ્યું કે, તેનું સપનું સાકાર થયું છે.

6 / 6
દુનિયાનો 49માં નંબરનો ખેલાડી મારિયાનો નાવાને 4 વખત યુએસઓપન વિજેતા નોવાક જોકોવિચ તો 4 કલાક અને 36 મિનિટ સુધી ચાલેલી મેચમાં હાર આપી હતી. ( All Photo: Getty)

Follow Us
Loading...
Unable to load recommendations.