
સાઉથ અભિનેત્રી મહાલક્ષ્મી શંકરન અને તેના પ્રોડ્યુસર પતિ રવિ ચંદ્રશેખર ફરી એક વખત ચર્ચામાં છે. આનું કારણ મહાલક્ષ્મીની એક રોમેન્ટિક પોસ્ટ છે. જેમાં તેમણે પોતાની લવ સ્ટોરીની શરુઆતને યાદ કરી હતી.તિરુપતિની એક ફોટો સાથે પોસ્ટ લખી છે.

મહાલક્ષ્મીએ લખ્યું બધું તિરુપતિથી શરુ થયું હતુ. તેની જિંદગી, તેની સફર અને એક નવી શરુઆત આ સ્થળેથી થઈ હતી, સપ્ટેમબર 2022માં લગ્નના બંધનમાં બંધાયેલા આ કપલને હવે 4 વર્ષ થઈ ચૂક્યા છે. મહાલક્ષ્મીએ પણ લખ્યું કે, પ્રેમનો અર્થ એ નથી કે, બીજા લોકો શું જુએ છે. શું કહે છે કે ,શું કોમેન્ટ કરે છે.

સાચો પ્રેમ તો એકબીજાની સંભાળ રાખવી અને મુશ્કેલ સમયમાં સાથે ઉભા રહેવામાં છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, બંને એકબીજાને પ્રેમ કરે છે. એકબીજાની દેખરેખ રાખે છે.

મહાલક્ષ્મી અને રવિદરની મુલાકાત ફિલ્મ 'Vidiyum Varai Kaathiru' ના સેટ પરથી થઈ હતી. આ ફિલ્મને રવિંદર પ્રોડ્યુસ કરી રહ્યો હતો. મહાલક્ષ્મી આમાં કામ કરી રહી હતી.

સાથે કામ કરતા બંને નજીક આવ્યા અને પ્રેમ થયો હતો. રવિંદરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, લગ્ન પહેલા બંને અંદાજે દોઢ વર્ષ સુધી રિલેશનશીપમાં હતા. 1 સપ્ટેમ્બર 2022ના બંનેએ તિરુપતિમાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા.

બંનેના બીજા લગ્ન છે.આ લગ્નની ખાસ વાત એ છે કે, મહાલક્ષ્મી અને રવિંદર બંનેના આ બીજા લગ્ન છે. મહાલક્ષ્મીના પહેલા લગ્ન અનિલ કુમાર સાથે થયા હતા. 2019માં અલગ થયા હતા. પહેલા લગ્નથી એક દીકરો છે. રવિદંરના પહેલા લગ્ન વિશે વધારે જાણકારી સામે આવી નથી.

જ્યારે 2022માં બંનેએ લગ્ન કર્યા ત્યારે લગ્નના ફોટો સામે આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પ્રેમ અને શુભકામનાનો વરસાદ થયો હતો.

તેમજ બંને ખુબ ટ્રોલ થયા હતા. એવું પણ કહેવામાં આવ્યું હતુ કે, મહાલક્ષ્મીએ પૈસા માટે લગ્ન કર્યા છે.

રવિંદ્ર મહાલક્ષ્મીથી 20 વર્ષ મોટો છે. તે 52 વર્ષનો છે અને અભિનેત્રી 32 વર્ષની છે. કપલે આ અફવા કહી તેમજ કહ્યું કે, બંને વચ્ચે 6 વર્ષનો ગેપ છે.
Published On - 9:07 am, Tue, 3 November 26