
છેલ્લા 2 વર્ષમાં મેસ્સી PSG માટે 74 મેચ રમ્યો છે. આ દરમિયાન તેણે 32 ગોલ અને 35 ગોલ અસિસ્ટ કર્યા હતા. મેસ્સીના આ 2 વર્ષ દરમિયાન PSG એ 2 ફ્રાંસીસી લીગ અને ફ્રાંસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો.

મેસ્સી એ હમણા સુધી બાર્સિલોના માટે 778 મેચમાં 672, PSG માટે 74 મેચ રમીને 32 ગોલ અને આર્જેન્ટિના માટે 174 મેચ રમીને 102 ગોલ કર્યા છે. તેણે કુલ 1026 મેચ રમીને 806 ગોલ કર્યા છે.