
કિલિયન એમ્બાપ્પે ન્યુ જર્સીમાં રાઉન્ડ ઓફ 32 મેચમાં સ્વીડન વિરુદ્ધ 2 ગોલ કર્યા હતા. આ 2 ગોલ પર કિલિયન અમ્બાપે હવે ફીફા વર્લ્ડકપના ઈતિહાસમાં વધુ ગોલ કરનાર ખેલાડીના લિસ્ટમાં બીજા સ્થાન પર છે. તે માત્ર મેસ્સીથી આગળ નથી. આ ગોલની મદદથી તેમણે 2 વર્લ્ડ રેકોર્ડ પણ પોતાને નામ કર્યા છે.

જે કામ મેસ્સી જેવા દિગ્ગજો પોતાને નામ કરી શક્યા નથી. સ્વીડન વિરુદ્ધ 3-0ની જીત સાથે ફ્રાન્સ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યારે સ્વીડને પોતાના બોરિયા બિસ્તર બાંધી લીધા છે.

એમ્બાપ્પેના નામે હવે વર્લ્ડ કપ ઈતિહાસમાં નોકઆઉટ મેચમાં 10 ગોલ છે. મેચમાં પહેલા ગોલની સાથે તેમણે બ્રાઝીલના મહાન ખેલાડી રોનાલ્ડોને પાછળ છોડ્યો છે. તે વર્લ્ડકપમાં નોકઆઉટમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયો છે.

એમ્બાપ્પેનો આ વર્લ્ડકપના ઈતિહાસના નોકઆઉટ સ્ટેજમાં ચોથી મેચ રહી જેમાં તેમણે એક થી વધારે ગોલ કર્યા હતા.

એમ્બાપ્પેનો આ રેકોર્ડ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં કોઈ પણ અન્ય ખેલાડીથી બેગણો વધારે છે. આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં તેની 7મી મેચ રહી જેમાં તેમણે એકથી વધુ ગોલ કર્યા છે. આ એક વર્લ્ડ રેકોર્ડ છે.

અમ્બાપે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર પેલે પછી બીજા ક્રમે છે. તેમનાથી આગળ ફક્ત લિયોનેલ મેસ્સી છે, જેમના 27 ગોલ છે. હાલના વર્લ્ડકપમાં એમ્બાપ્પે અત્યારસુધી 6 ગોલ કર્યા છે. જે લિયોનેલ મેસ્સીની બરાબર છે. આ ટૂર્નામેન્ટમાં તેમણે 2 અસિસ્ટ કર્યા છે. જેના કારણે તે ગોલ્ડન બુટની રેસમાં મેસ્સીથી પણ આગળ છે.