
કરવા ચોથનું વ્રત પરિણીત મહિલાઓ માટે મુખ્ય તહેવારોમાંનો એક માનવામાં આવે છે. આ દિવસે, મહિલાઓ આખો દિવસ પાણી વગર ઉપવાસ રાખે છે અને રાત્રે ચાંદના દર્શન અને પ્રાર્થના કર્યા પછી ઉપવાસ તોડે છે. કરવા ચોથના ઉપવાસ દરમિયાન ચાંદના દર્શન કરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ચાંદના દર્શન અને પ્રાર્થના કર્યા વિના ઉપવાસ પૂર્ણ માનવામાં આવતો નથી. ક્યારેક, ખરાબ હવામાન અથવા વરસાદને કારણે ચાંદ દેખાતો નથી. આ પ્રશ્ન ઉભો કરે છે.જો ચાંદ દેખાતો નથી તો ઉપવાસ કરતી મહિલાઓએ શું કરવું જોઈએ?

જો તમારા શહેરમાં ચાંદ વાદળોની પાછળ છુપાયેલો હોય અને તમે તેને જોઈ શકતા નથી, તો તમે આ પગલાંઓનું પાલન કરીને તરત જ તમારા કરવા ચોથના ઉપવાસને તોડી શકો છો.

જો તમારા શહેરમાં કરવા ચોથના દિવસે ચાંદો ન દેખાય દર્શન ન થાય તો. ભગવાન શિવના ફોટો જોઈ તમે વ્રત ખોલી શકો છો.

તમને જણાવી દઈએ કે, શિવજીના માથા પર ચંદ્રમાં બિરાજમાન છે. જો આવો કોઈ ફોટો અથવા મૂર્તિ તમારા ઘરમાં નથી. તો મહાદેવના મંદિરમાં જઈ ચાંદાના દર્શન કરી તમે વ્રત પૂર્ણ કરી શકો છો.

આ વર્ષે, કરવા ચોથ 29 ઓક્ટોબર, 2026 ના રોજ મનાવવામાં આવશે. પૂજા માટેનો શુભ સમય સાંજે 5:38 થી 6:56 વાગ્યા સુધીનો રહેશે. કરવા ચોથ પર ચંદ્રોદય રાત્રે 8:17 વાગ્યે થશે. શહેર અને સ્થાનના આધારે ચંદ્રોદયનો સમય થોડી મિનિટો બદલાઈ શકે છે, તેથી તમારા શહેરનું કેલેન્ડર તપાસવાનું ભૂલશો નહીં.(ALL Photo: PTI)