
ભારતની મહિલા રિકર્વ તીરંદાજી ટીમે આર્ચરી વર્લ્ડકપ સ્ટેજ 2ની ફાઈનલમાં ચીનને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે ચીનને રોમાંચક શૂટઓફમાં 5-4થી હરાવ્યું છે.

શંધાઈમાં રમાયેલી આર્ચરી વર્લ્ડકપ સ્ટેજ 2ની ફાઈનલમાં દીપિકા કુમારી,અંકિતા ભગત અને કુમકુમ મોહોદે મહિલા રિકર્વ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય મહિલા ટીમે આ ઈવેન્ટમાં ગોલ્ડ 2021 બાદ પહેલી વખત જીત્યો છે.

ભારતીય મહિલા તીરંદાજી ટીમને વર્લ્ડકપના રિકર્વ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ એટલા માટે મહત્વનો છે કારણ કે, તેમણે ફુલ કોચ વગર પોતાનો કબજો જમાવ્યો હતો.

કોચની ગેરહાજરીમાં દીપિકા કુમારીએ પોતાની તાકાત દેખાડી હતી. તેમજ યુવા પાર્ટનરને જીત માટે મોટિવેટ કરવાનું કામ કર્યું હતુ.

શૂટ ઓફમાં 4 સેટ પછી 4-4નો સ્કોર હતો પરંતુ દબાવમાં 5મો સેટ ભારતે પોતાને નામ કર્યો અને ચીનને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ પહેલા સેમિફાઈનલમાં ભારતની દીપિકા કુમારી, અંકિતા ભગત અને કુમકુમ મોહોદની ત્રિપુટીએ 10 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન સાઉથ કોરિયાની ટીમને હરાવી હતી. મહિલા રિકર્વ ઈવેન્ટમાં કોઈ પણ લેવલમાં ભારતે 3 વર્ષ પછી ગોલ્ડ મેડલ જીત્યો છે.