Health Tips : સુતી વખતે મોંઢામાંથી લાળ નીકળવી સામાન્ય કે કોઈ બીમારીની નિશાની? તેની પાછળનું સાચું કારણ જાણો

સુતી વખતે મોંઢામાંથી લાળ આવવાની સમસ્યા ખુબ સામાન્ય છે. પરંતુ કેટલીક વખતે આને નજરઅંદાજ કરવી જોઈએ નહી. દર વખતે મોંઢામાંથી લાળ આવવી કોઈ બીમારીનો સંકેત પણ હોય શકે છે. તો ચાલો વિસ્તારથી જાણીએ.

| Updated on: Oct 30, 2026 | 9:49 AM
1 / 7
 સુતી વખતે મોંઢામાંથી લાળ નીકળવાની સમસ્યા મોટાભાગના લોકોને જોવા મળે છે. પરંતુ કેટલાક લોકોના મનમાં એક સવાલ થાય છે કે, સુતી વખતે મોંઢામાંથી લાળ નીકળવી શું કોઈ ગંભીર બીમારીનો સંકેત છે.

2 / 7
સવારે ઉઠતી વખતે તકિયો ભીનું જોવા મળે છે. કેટલીક વખત લાળના નિશાન પણ જોવા મળે છે. કારણ કે, સુતી વખતે મોંઢામાંથી લાળ નીકળવી સ્વાસ્થ સમસ્યાનો સંકેત હોય શકે છે. સુતી વખતે મોંઢા દ્વારા શ્વાસ લેતી વખતે લાળ ટપકવી એક સામાન્ય કારણ છે.

3 / 7
નાક બંધ થવું, નાકના વાંકા હાડકાં અને મોટા એડેનોઇડ્સ જેવી સમસ્યાઓ નાક દ્વારા સામાન્ય વાયુમાર્ગને અવરોધિત કરી શકે છે, જેના કારણે વ્યક્તિને સૂતી વખતે મોં દ્વારા શ્વાસ લેવાની ફરજ પડે છે. વધુમાં, ગળવામાં મુશ્કેલીઓ, નર્વસ સિસ્ટમ સમસ્યાઓ અને અમુક દવાઓ પણ ક્યારેક લાળનું કારણ બની શકે છે.

4 / 7
પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું રાખો અને મોંઢાની સાફ-સફાઈ બનાવી રાખવી પણ ફાયદાકારક છે. એ વાત પણ ધ્યાન રાખો કે, માત્ર પર્યાપ્ત માત્રામાં પાણી પીવાથી લાળ ટપકવાની સમસ્યા દુર થાય એ જરુરી નથી. જો આ સમસ્યા વધારે છે. તો ડોક્ટર સાથે સંપર્ક કરો.

5 / 7
સુતી વખતે આપણી ગળી જવાની પ્રક્રિયા જાગતી વખતે થતી સરખામણીમાં ધીમી પડી જાય છે. તેથી, મોંમાં ઉત્પન્ન થતી લાળ હંમેશા તરત ગળી શકાતી નથી. જો મોં ખુલ્લું હોય, તો લાળ બહાર નીકળી શકે છે. સૂવાની સ્થિતિ પણ ભૂમિકા ભજવી શકે છે. પડકું ફરીને સૂવાથી લાળ ઓશિકા પર ટપકવા લાગે છે.

6 / 7
જો આવું ક્યારેક-ક્યારેક થતું હોય અને બીજી કોઈ સમસ્યા ન હોય તો સામાન્ય રીતે તેના વિશે વધારે ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે તે સતત હોય અથવા અન્ય લક્ષણો સાથે હોય ત્યારે સમસ્યા વધુ ધ્યાનપાત્ર બને છે.

7 / 7
 નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

Follow Us
Loading...
Unable to load recommendations.