
ખેડા જિલ્લાના પ્રવાસના બીજા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નડિયાદ તાલુકાના નરસંડા ગામની મુલાકાત લીધી હતી. (Image Source | X @ADevvrat)

આ દરમિયાન તેમણે પ્રગતિશીલ ખેડૂત ઉમેશગીરી ગોસ્વામી દ્વારા સંચાલિત ગીરી ફાર્મની મુલાકાત લઈ ખેતીની વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. (Image Source | X @ADevvrat)

ફાર્મમાં ઉગાડવામાં આવેલા વિવિધ ફળો અને શાકભાજીના પાકની માહિતી મેળવી રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ વિશે જાણકારી મેળવી હતી. (Image Source | X @ADevvrat)

તેમણે ઉપસ્થિત ખેડૂતો સાથે સંવાદ કરીને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો અને પંચસ્તરીય ખેતી પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. (Image Source | X @ADevvrat)

આ ઉપરાંત રાજ્યપાલે બાગાયત વિભાગની સહાયથી તૈયાર કરાયેલા નેટહાઉસની મુલાકાત પણ લીધી હતી. (Image Source | X @ADevvrat)

નેટહાઉસમાં ઉગાડવામાં આવતા કાકડી સહિતના વિવિધ વેલાવાળા પાકોનું નિરીક્ષણ કરી પાકની જાળવણી અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન અંગે માર્ગદર્શન આપ્યું હતું. (Image Source | X @ADevvrat)

રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધવા અને ખેતીમાં નવી પદ્ધતિઓ અપનાવી ટકાઉ કૃષિ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો. (Image Source | X @ADevvrat)
Published On - 1:47 pm, Sat, 21 November 26