
ગુરુવારે સોનાના ભાવમાં થયેલા તીવ્ર વધારાથી ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (GOLD ETF) પર સ્પષ્ટ અસર પડી છે. ગોલ્ડ ETF તેમના અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તરને સ્પર્શી ગયા છે. ત્યારે કયા એ 5 ETF છે જેણે આ અઠવાડિયા દરમિયાના સારુ રિર્ટન આપ્યું છે ચાલો જાણીએ

આજે GOLD ETFમાં આપણે 360 ONE Gold ETF, ABSL Gold ETF, Angel One Gold ETF અને Axis Gold and Silver Passive FoF Dirની વાત કરવાના છે.

ABSL Gold Dir એક અઠવાડિયામાં 17%નું રિટર્ન આપ્યું છે. આ કંપની 23 કંપનીઓમાં સૌથી વધુ રિટર્ન આપતી પહેલી કંપની છે. આ કંપનીએ 1 વર્ષ દરમિયાના 106.59%નું રિટર્ન આપ્યું છે. હાલ આ ETFની માર્કેટ વેલ્યૂ 50 રુપિયાની આસપાસ છે.

Tata Gold ETF FoF Dir એ એક અઠવાડિયામાં 15.42 % રિટર્ન આપ્યું છે. આ કંપની 23માંથી બીજા નંબર પર છે. આ કંપનીએ એક વર્ષમાં 101% રિટર્ન આપ્યું છે. તેમજ આ શેરની માર્કેટ વેલ્યૂ 25 રુપિયાની આસપાસ છે

Axis Gold and Silver Passive FoF Dir ETF એ એક અઠવાડિયામાં 15.28% રિટર્ન આપ્યું છે. આ કંપની હાલ 23 કંપનીઓમાં ત્રીજા નંબર પર છે આ કંપનીએ 15 દિવસમાં 24% રિર્ટન આપ્યું છે અને હાલ આ શેરની પ્રાઈઝ 13 રુપિયા છે.

Mirae Asset Gold Silver Passive FoF Dir એ 14.83 % રિટર્ન આપ્યું છે. આ કંપની 23 કંપનીઓમાં 4 નંબર પર છે . તેમજ આ કંપનીએ 3 મહિનામાં 58.84% રિટર્ન આપ્યું છે.

Axis Gold Dir એ એક અઠવાડિયામાં 14.81% રિટર્ન આપ્યું છે. આ કંપની 23 કંપનીઓમાં 5માં સ્થાન પર રહી છે. તેમજ તેણે એક વર્ષમાં 102% રિટર્ન આપ્યું છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.