
ફૂટબોલના ઈતિહાસમાં સૌથી મોટો મહાકુંભ એટલે ફીફા વર્લ્ડકપ 2026 શરુ થઈ ચૂક્યો છે. આ વખતે ટૂર્નામેન્ટ ભવ્ય છે. પરંતુ રમતના મેદાન પર અનેક ઐતિહાસિક રેકોર્ડ પણ છે. જે આ મહાકુંભમાં તુટી શકે છે.

વર્ષ 2022માં વર્લ્ડકપમાં કુલ 172 ગોલ થયા હતા. જે અત્યારસુધીનો એક રેકોર્ડ છે પરંતુ આ વખતે ટૂર્નામેન્ટમાં 40થી વધારે મેચ રમાવાની છે. જેના કારણે કુલ ગોલની સંખ્યા આ વખતે તુટી શકે છે.

ફીફા વર્લ્ડકપની એક એડિશનમાં સૌથી વધારે ચાહકોનો રેકોર્ડ વર્ષ 1994ના યુએસએ વર્લ્ડકપના નામે નોંધાયેલો છે. પરંતુ આ વખતે કુલ 104 મેચનું આયોજન છે. જેનાથી આશા છે કે, ચાહકોની સંખ્યા જૂના રેકોર્ડ તુટી શકે છે.

ફીફા વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધારે ગોલ કરવાનો રેકોર્ડ જર્મનીના મિરોસ્લાવ ક્લોઝના નામે છે. તેમણે કુલ 16 ગોલ કર્યા છે. દિગ્ગજ લિયોનેલ મેસ્સી 13 ગોલની સાથે ખુબ નજીક છે. ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પે પણ 12 ગોલ કરી આ રેસમાં છે. આ ટૂર્નામેન્ટમાં આ રેકોર્ડ પણ બદલી શકે છે.

બ્રાઝીલના મહાન ફુટબોલર પેલેના નામ વર્લ્ડકપ ઈતિહાસમાં સૌથી વધારે 10 અસિસ્ટ કરવાનો રેકોર્ડ નોંધાયેલો છે. આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સી 8 આસિસ્ટ સાથે તેની પાછળ છે અને આ રેકોર્ડ પોતાના નામે કરવાની ખૂબ નજીક છે.

આ વખતે મેદાન પર ઉમરમાં ટકકર આપનાર ખેલાડીઓ પણ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, મૈનુઅલ નુએર,લુક મોડ્રિચ અને ગુઈલેર્મો ઓચોઆ જેવા કેટલાક મોટા નામ આ લિસ્ટમાં સામેલ છે. જે 40થી વધારેની ઉંમર હોવા છતાં ટૂર્નામેન્ટમાં રમશે. જો આમાંથી ઓછામાં ઓછા બે ખેલાડીઓ મેદાનમાં ઉતરે, તો આ ટુર્નામેન્ટ ટુર્નામેન્ટના ઇતિહાસમાં 40 કે તેથી વધુ ઉંમરના ખેલાડીઓની સૌથી વધુ સંખ્યાનો નવો રેકોર્ડ બનાવશે. ( ALL PHOTO CREDIT- GETTY)