Breaking News : નિવૃત્તિ માટે તૈયાર છે રોનાલ્ડો? ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ લગ્ન પછી પોતાની કારકિર્દી વિશે એક મોટી જાહેરાત કરી

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ હાલમાં પોતાના છઠ્ઠા વર્લ્ડકપમાં ભાગ લીધો હતો. તે ખિતાબ જીતી શક્યો ન હતો. રોનાલ્ડોએ તે દરમિયાન કહ્યું હતુ કે, આ તેનો છેલ્લો વર્લ્ડકપ હતો.

| Updated on: Aug 17, 2026 | 7:29 AM
1 / 6
પોર્ટુગલના દિગ્ગજ ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાના એક નિવદેનથી ચાહકોને મોટો ઝટકો આપ્યો છે.

2 / 6
મહાન ફુટબોલર રોનાલ્ડોએ સંકેત આપ્યો કે, તે આગામી વર્ષે પ્રોફેશનલ ફુટબોલમાંથી સંન્યાસ લઈ શકે છે.

3 / 6
 રોનાલ્ડોએ લાઈફસ્ટાઈલ મેગેઝીન વોગને આપેલા એક ખાસ ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે, 2026-27 સીઝન કરિયરનો છેલ્લો વર્ષ હોય શકે છે. રોનાલ્ડોએ કહ્યું કે, તે રમતને અલવિદા કરતા પહેલા એક યાદગાર અને શાનદાર વારસો છોડવા માંગે છે.

4 / 6
હાલમાં રોનાલ્ડોએ અમેરિકા-મેક્સિકો-કેનેડામાં થયેલા ફીફા વર્લ્ડકપ 2026માં ભાગ લીધો હતો. ત્યારે તેમણે કહ્યું હતુ કે, આ તેનો છેલ્લો વર્લ્ડકપ હશે. અને હવે તે આખા કરિયર પર બ્રેક લગાવવાની તૈયારી કરવાની વાત કહી રહ્યો છે.

5 / 6
સાઉદી અબના ક્લબ અલ નસ્ત્ર માટે રમનાર રોનાલ્ડોએ કહ્યું કે, ફુટબોલ છોડ્યા પછી તે ખાલી બેસશે નહી પરંતુ તેમણે પોતાના માટે એક આખી યોજના પણ તૈયાર કરી છે.

6 / 6
હાલમાં ગર્લફ્રેન્ડ જોર્જિના રોડ્રિગ્ઝની સાથે 10 વર્ષના સંબંધો પછી લગ્ન કરનાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કહ્યું કે, તે છેલ્લા 25 વર્ષોમાં રમત માટે ખુબ ત્યાગ કર્યો છે. તેમજ સંન્યાસ પછી તે ફરવા અને પરિવારને સમય આપવા માંગે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.