મેદાન પર રડી પડયા બ્રાઝિલના ખેલાડીઓ, જુઓ વર્લ્ડકપની સૌથી રોમાંચક મેચના યાદગાર ક્ષણો

|

Dec 10, 2022 | 12:58 AM

વર્લ્ડ રેંકિગમાં 12માં નંબરની ટીમ ક્રોએશિયાની ટીમે આ કવાર્ટર ફાઈનલ મેચમાં વર્લ્ડ નંબર 1 ટીમ બ્રાઝિલને હરાવતા. બ્રાઝિલના ખેલાડીઓ મેદાન પર રડતા જોવા મળ્યા હતા.

1 / 10
કતારના એજ્યુકેશન સિટી સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર આજે 9 ડિસેમ્બરના રાત્રે 8.30 કલાકે બ્રાઝિલ અને ક્રોએશિયા વચ્ચે આ પ્રથમ કવાર્ટર ફાઈનલ મેચ શરુ થઈ હતી.

2 / 10
આ રોમાંચક મેચમાં પ્રથમ હાફમાં બંને ટીમો દ્વારા ગોલ કરવાના ઘણા પ્રયત્નો થયા પણ એક પણ ગોલ ન થતા પ્રથમ હાફનો સ્કોર 0-0 રહ્યો હતો.

3 / 10
ક્રોએશિયાના ગોલકીપર ડોમિનિક લિવાકોવિકે  આ મેચમાં 11 વાર પોતાની ટીમ માટે ગોલ બચાવ્યા હતા.

4 / 10
ક્રોએશિયાના લુકા મોડ્રિક અને બ્રાઝિલના કાસેમિરોએ હાફ ટાઇમમાં ખેલ ભાવનાના પ્રતીકરુપે શર્ટની અદલાબદલી કરી હતી. આ બંને ખેલાડીઓ કલબ ટુર્નામેન્ટમાં રિયલ મેડરિડ ટીમના સભ્યો હતા.

5 / 10
બીજા હાફમાં પણ બ્રાઝિલની ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી. ક્રોએશિયાના ડિફેન્ડસના ખેલાડીઓએ બ્રાઝિલના ખેલાડીઓને જકડી રાખ્યા હતા. અંતે આ મેચમાં 4 મીનિટનો ટાઈમ જોડવામાં આવ્યો હતો. મેચ દરમિયાન કોઈ ઈજા કે અન્ય ઘટનાને કારણે મેચનો ટાઈમ વ્યર્થ જાય છે તે સમયને નોંધીને બીજા હાફના અંત બાદ મેચના સમયમાં ઉમેરવામાં આવે છે. જણાવી દઈએ કે 90+4 મીનિટની રમતમાં ક્રોએશિયાની ટીમ એક પણ વાર ગોલ પોસ્ટ પર શોર્ટ મારી શકી ન હતી. 

6 / 10
એકસ્ટ્રા ટાઈમના પહેલા હાફમાં ક્રોએશિયાની ડિફેન્સ દિવાલને ભેદીને બ્રાઝિલના લોકપ્રિય ખેલાડી નેમારે ગોલ કરીને મેચનો રોમાંચ વધાર્યો હતો. ક્રોએશિયાના ગોલકીપર ડોમિનિક લિવાકોવિક બ્રાઝિલ દ્વારા મારવામાં આવેલા 10માં ગોલ ઓન ટાર્ગેટ પર બીટ થયો હતો. 

7 / 10
નેમારે મેચની 105 મી મીનિટે પ્રથમ ગોલ કરીને બ્રાઝિલ માટે તેના 77 ગોલ પૂરા કર્યા હતા. તેની સાથે જ તેણે બ્રાઝિલના મહાન ફૂટબોલરની પેલેની બરાબરી કરી લીધી. નેમાર આ યાદીમાં પોર્ટુગલના રોનાલ્ડો કરતા પણ આગળ છે. રોનાલ્ડો એ પોતાના દેશની ફૂટબોલ ટીમ માટે 62 ગોલ કર્યા છે.

8 / 10
ક્રોએશિયાના બ્રુનો પેટકોવિકે 116મી મીનિટે ગોલ કરીને મેચમાં 1-1થી બરાબરી કરતા મેચમાંનો નિર્ણય પેનલટી શૂટઆઉટ તરફ ગયો હતો. ફિફા વર્લ્ડકપ 2022ની આ ત્રીજી મેચ છે જેમાં પેનલટી શૂટઆઉટથી મેચના પરિણામ નક્કી કરવામાં આવ્યા હતા. આ પહેલા પ્રી કવાર્ટર ફાઈનલની 2 મેચમાં પેનલટી શૂટઆઉટ થયુ હતુ. 

9 / 10
ક્રોએશિયાની ટીમે ફરી પેનલટી શૂટઆઉટમાં 4-2ના સ્કોરથી મોટી જીત મેળવી હતી. આ ટીમે પ્રી કવાર્ટર ફાઈનલમાં પણ પેનલટી શૂટઆઉટમાં બાજી મારી હતી. ક્રોએશિયાના ગોલકીપર ડોમિનિક લિવાકોવિક આ મેચનો હીરો રહ્યો હતો. ક્રોએશિયાની ટીમે 4 વાર પેનલટીનો સામનો કર્યો છે. જેમાંથી તમામ 4 વાર તેમણે જીત મેળવી હતી. 2018 અને 2022માં બંને વર્ષ 2-2 પેનલટી શૂટઆઉટ મેચનો ભાગ ક્રોએશિયાની ટીમ રહી હતી.

10 / 10
વર્લ્ડ રેંકિગમાં 12માં નંબરની ટીમ ક્રોએશિયાની ટીમે આ કવાર્ટર ફાઈનલ મેચમાં વર્લ્ડ નંબર 1 ટીમ બ્રાઝિલને હરાવતા બ્રાઝિલના ખેલાડીઓ મેદાન પર રડતા જોવા મળ્યા હતા.

Published On - 11:48 pm, Fri, 9 December 22

Next Photo Gallery