ગુજરાત થી 14,007 KM દૂર આ દેશમાં ખાબક્યો અત્યાર સુધીનો સૌથી ભયંકર વરસાદ, ભૂસ્ખલનમાં 37 થી વધુ લોકોના મોત, જુઓ તસવીર
બ્રાઝિલમાં સ્થિતિ વણસી ગઈ છે. વરસાદ અને ભૂસ્ખલનના કારણે ઘણા લોકોના જીવ ગયા છે અને આ આંકડો વધવાની શક્યતા છે. રાજ્યપાલે રાજ્યમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. આવનારા સમયમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે.
1 / 6
બ્રાઝિલના દક્ષિણ રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થયું છે. ગવર્નર તેને અત્યાર સુધીનો સૌથી વિનાશક વરસાદ અને ભૂસ્ખલન ગણાવી રહ્યા છે. અલ જઝીરાના રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનાને કારણે મૃત્યુઆંક 37 પર પહોંચી ગયો છે અને 74 લોકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે મૃત્યુઆંક વધી શકે છે.
2 / 6
રાજ્યમાં વરસાદ અને ભૂસ્ખલનથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ધરાશાયી થયેલા મકાનો, પુલ અને રસ્તાઓના કાટમાળ વચ્ચે ફસાયેલા લોકોને શોધવા માટે ઈમરજન્સી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બચાવ કાર્ય ચાલુ છે અને મૃત્યુઆંક વધી શકે છે. સ્થિતિને જોતા ગવર્નર એડ્યુઆર્ડો લેઈટે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.
3 / 6
ગવર્નર એડ્યુઆર્ડો લેઈટે કહ્યું, 'અમે અમારા ઈતિહાસની સૌથી ખરાબ આપત્તિનો સામનો કરી રહ્યા છીએ. બચાવ કાર્ય ચાલુ છે પરંતુ અફસોસની વાત એ છે કે મૃત્યુઆંક વધી શકે છે. રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ અસરગ્રસ્ત વિસ્તારને સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું છે અને ખાતરી આપી છે કે આત્યંતિક હવામાન પરિસ્થિતિઓને કારણે થતી સમસ્યાઓને ઘટાડવા માટે માનવ અથવા ભૌતિક સંસાધનોની કોઈ અછત રહેશે નહીં.
4 / 6
બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરવા માટે 626 સૈનિકો સાથે 12 એરક્રાફ્ટ, 45 વાહનો અને 12 બોટ તૈનાત કરીને સંઘીય સહાય પહેલેથી જ એકત્રિત કરવામાં આવી છે. રસ્તાઓ સાફ કરવા, ખોરાક, પાણી અને ગાદલા જેવી આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ અને વિસ્થાપિત વ્યક્તિઓ માટે આશ્રયસ્થાનો સ્થાપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
5 / 6
દરમિયાન, રાજ્યની મુખ્ય નદી ગુઆઇબા ચિંતાજનક સ્તરે પહોંચવાની ધારણા છે. જો આમ થાય તો પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે અને સ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે. આગાહી એજન્સીઓએ ખતરાની ચેતવણી જારી કરી છે. વરસાદને કારણે ઘણા સમુદાયો સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને જાન-માલને નોંધપાત્ર નુકસાન થયું છે.
6 / 6
પરિસ્થિતિને જોતા લોકોને તે જગ્યાઓ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે જ્યાં જોખમ વધારે છે. લોકોને પીવાનું પાણી પણ મળતું નથી.
Published On - 5:00 pm, Sat, 4 May 24