
અહેવાલો અનુસાર, મેરી કોમ અને તેના પતિ વચ્ચેના સંબંધો 2022થી ખરાબ હતા, જે સમય જતાં વધુ ખરાબ થયા છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મેરી કોમ બીજા સંબંધમાં પણ જોડાઈ ગઈ છે, હવે આમાં કેટલું સત્ય છે તે જાણી શકાયું નથી પરંતુ ભારતીય બોક્સરે તેના જીવનમાં ત્રીજા વ્યક્તિના આવવાના સમાચારને નકારી કાઢ્યા પણ નથી.

અહેવાલો અનુસાર, આ અણબનાવ એટલા માટે છે કારણ કે 2022 માં મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં કારુંગ ઓનરલ હારી ગયા હતા, જેમાં તેમને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. મેરી કોમ આનાથી ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. ત્યારથી, તેમના સંબંધો વચ્ચે અંતર આવવા લાગ્યું.

મેરી કોમ હાલમાં એક બિઝનેસ પાર્ટનર સાથે સંબંધમાં હોવાનું કહેવાય છે. બંને ઘણા સમયથી એકબીજા સાથે રહેતા નથી. મેરી કોમ તેના બાળકો સાથે ફરીદાબાદમાં રહે છે અને તેનો પતિ ઓનલર તેના પરિવાર સાથે દિલ્હીમાં રહે છે. તમને જણાવી દઈએ કે ઓનલર એક ફૂટબોલ ખેલાડી રહી ચૂક્યા છે અને તેમણે મેરી કોમને આ સ્થાન સુધી પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી છે. મેરી કોમ અને ઓનલર 20 વર્ષથી સાથે છે અને તેમને એક આદર્શ યુગલ માનવામાં આવે છે, તેથી તેમના છૂટાછેડાના સમાચારથી લોકો ચોંકી ગયા છે.