બોટાદ: સાળંગપુરમાં દિવાળી પર દાદાને કરાયો ફુલોનો દિવ્ય શણગાર, 50થી વધુ વેપારીઓએ કર્યુ ચોપડાપૂજન- તસ્વીરો
બોટાદ: સાળંગપુરધામમાં દિવાળીના તહેવાર નિમીત્તે કષ્ટભંજન હનુમાનજી મહારાજને ફુલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. હજારો લોકોએ દિવાળીના તહેવારે દાદાના દર્શનનો લાભ લીધો. આ તરફ સાળંગપુરધામમાં 50થી વધુ વેપારીઓએ ચોપડાપૂજન કર્યુ હતુ.
4 / 5

દાદાના ધામમાં ચોપડા પૂજન કરવાનો લ્હાવો મળતા વેપારીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ધન્યતા અનુભવી હતી.
5 / 5

ચોપડા પૂજન બાદ હરીપ્રકાશ સ્વામીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ કે લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજનનું સનાતન હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે.