શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત દાદાને વિશેષ વાઘાનો તેમજ સિંહાસનને ગુલાબના ફૂલોથી શણગારવામાં આવેલ તથા ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટ્યું હતું. ઘણા હરિભક્તોએ રૂબર હાજર રહી તથા યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન દર્શનનો લ્હાવો લીધો હતો.