Botad: સાળંગપુરમાં દાદાને કરાયો ત્રિરંગાનો શણગાર, ભાવિકો થયા દેશભક્તિમાં લીન, દાદાના દર્શન માટે ઉમટી ભીડ

|

Aug 15, 2022 | 6:02 PM

Botad: સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાન દાદા પણ દેશભક્તિના રંગે રંગાઈ ગયા છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે દાદાને પણ ત્રિરંગાના કલરનો શણગાર કરવામાં આવ્યો છે. દાદાના આ અદ્દભૂત શણગારના દર્શન માટે ભાવિકો પણ ઉમટી પડ્યા હતા.

1 / 5
સાળંગપુરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમીત્તે દાદા પણ ત્રિરંગાના રંગે રંગાયા છે. દાદાને ત્રિરંગાનો શણગાર કરાયો છે.  ત્રિરંગાના રંગોની ફુલોની સજાવટ કરવામા આવી છે. જેમા દાદાની ગદાને પણ રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોથી સજાવાઈ છે.

2 / 5
દેશ તેના 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવની સાળંગપુર મંદિરમાં પણ ઉજવણી કરાઈ છે. જો કે દર સ્વતંત્રતા દિવસે દાદાને ત્રિરંગાના રંગોનો શણગાર કરવામાં આવે છે.

3 / 5
મંદિરમાં આઝાદીના અમૃત મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. દાદાને કરાયેલા શણગારમાં અશોક ચક્ર, નાના-નાના રાષ્ટ્રધ્વજ પણ જોવા મળ્યા છે. ત્યારે દાદા પણ દેશભક્તિના રંગે રંગાયા છે.

4 / 5
પ્રસિધ્ધ સાળંગપુર ધામમાં મંદિર વિભાગ દ્વાર દરેક તહેવારો ધામ ધૂમથી ઉજવવામાં આવતા હોય છે. ત્યારે સ્વતંત્રતા પર્વ નિમીત્તે ત્રિરંગાથી મંદિરને સજાવવામાં આવ્યુ છે.

5 / 5
તો શ્રાવણ માસ નિમિત્તે સાળંગપુરના હનુમાનજી મંદિરમાં 27 જુલાઇથી 27 ઓગસ્ટ દરમિયાન વિશ્વશાંતિ હનુમાન ચાલીસા હનુમંત મંત્રનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો ભક્તો ઓનલાઇન દર્શન કરીને કે સાંભળીને લાભ લઇ રહ્યા છે

Next Photo Gallery