
2 સ્ટેટ્સવર્ષ 2014માં આવેલી ફિલ્મ 2 સ્ટેટસ જાણીતા લેખક ચેતન ભગત દ્વારા લખવામાં આવી છે. આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર ફિલ્મ 2 સ્ટેટસમાં જોવા મળ્યા હતા, જેઓ બે અલગ-અલગ સંસ્કૃતિના પરિવારમાંથી આવ્યા હતા. જો આપણે ચેતન ભગત વિશે વાત કરીએ, તો તેમના પુસ્તકો પર વધુ ફિલ્મો બની છે જેમ કે, '3 ઈડિયટ્સ' 2009 (ફાઈવ પોઈન્ટ સમવન), ફિલ્મ 'હેલો' 2017 (વન નાઈટ એટ કોલ સેન્ટર).

ચેતન ભગતની નોવેલ 'હાફ ગર્લફ્રેન્ડ' પર બેઝ્ડ આ ફિલ્મ છે.કોલેજમાં એડમિશન લેનાર માધવ ઝાને અંગ્રેજી આવડતું નથી. તેની દોસ્તી કોલેજની સૌથી હોટ યુવતી રિયા સોમાણી સાથે થાય છે. તે રિયાને પોતાની ગર્લફ્રેન્ડ બનાવવા ઇચ્છે છે. જ્યારે રિયા હાફ ગર્લફ્રેન્ડ બનવા માટે રાજી થાય છે. ફિલ્મમાં બન્ને વચ્ચે દોસ્તી,પ્રેમ અને ઝઘડા સુધી બધું જ બતાવવામાં આવ્યું છે.