TV9 GUJARATI | Edited By: Tanvi Soni
Dec 10, 2021 | 6:16 PM
CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને સમગ્ર દેશે અશ્રુભીની આંકે વિદાય આપી છે. તેમના નશ્વર દેહ પંચમહાભૂતોમાં વિલિન થઇ ગયા છે. (ફોટો- ANI)
આ દરમિયાન તેમને 17 તોપોની સલામી આપવામાં આવી હતી. (ફોટો- ANI)
CDS રાવતની બંને દીકરીઓએ તેમના માતા-પિતાના અંતિમ સંસ્કાર કર્યા અને તેમને વિદાય આપી. (ફોટો- ANI)
બેરાર સ્ક્વેર ખાતે અંતિમ સંસ્કાર દરમિયાન સીડીએસ રાવતના પરિવાર સિવાય સેનાના ત્રણ જવાન, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, એનએસએ અજીત ડોભાલ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઘણા મોટા અધિકારીઓ સામેલ થયા હતા. (ફોટો- ANI)
આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે CDS રાવતને શ્રદ્ધાંજલિ આપી હતી. (ફોટો- ANI)
આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ બેરાર સ્ક્વેર પહોંચ્યા અને CDS રાવતને શ્રદ્ધાંજલિ આપી. (ફોટો- ANI)
8 ડિસેમ્બરના રોજ તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ રાવત, તેમની પત્ની અને અન્ય 11 જવાનોનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતથી આખો દેશ આઘાતમાં છે. (ફોટો- ANI)