Breaking News: જૂની ગાડી હવે ભંગાર નહીં બને ! સરકારના એક નિર્ણયથી 15 વર્ષ જૂની ગાડીઓ પણ રસ્તા પર દોડશે, જાણો શું છે ‘નવો નિયમ’

જો તમે તમારી ગાડી બીજા રાજ્યમાં લઈ જવાનું વિચારી રહ્યા છો, તો RTO ના ધક્કા ખાતા પહેલા આ સમાચાર જરૂર વાંચજો. સરકાર એક એવો મોટો ફેરફાર કરવા જઈ રહી છે કે, જેનાથી હવે NOC લેવાની કડાકૂટ કાયમ માટે ખતમ થઈ જશે.

| Updated on: Mar 10, 2026 | 7:10 PM
1 / 6
જો તમે તમારી ગાડીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. અત્યાર સુધી બીજા રાજ્યમાં ગાડી લઈ જવા માટે સૌથી મોટી માથાકૂટ NOC એટલે કે 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ' લેવાની હતી. આ માટે લોકોને ઘણીવાર RTOના ધક્કા ખાવા પડતા હતા અને ઘણો સમય પણ બગડતો હતો પરંતુ હવે સરકાર આ પ્રક્રિયાને સરળ બનાવવાની તૈયારી કરી રહી છે.

2 / 6
નીતિ આયોગની ઉચ્ચ સ્તરીય કમિટીએ સૂચન કર્યું છે કે, NOC ના સ્થાને ‘ઓટો-જનરેટેડ ક્લિયરન્સ સિસ્ટમ’ શરૂ કરવામાં આવે. રિપોર્ટ્સ અનુસાર, રાજ્યો વચ્ચે વાહન ટ્રાન્સફર કરતી વખતે NOCની જરૂરિયાત ખતમ કરી દેવામાં આવે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય (MoRTH) આ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે. જો આ નિયમ લાગુ થઈ જશે, તો વાહન માલિકોને જૂના RTO પાસેથી NOC લેવાની જરૂર નહીં પડે અને આખી પ્રક્રિયા ઘણી સરળ થઈ જશે.

3 / 6
હાલમાં જો કોઈ વ્યક્તિ પોતાની ગાડીનું રજિસ્ટ્રેશન કોઈ બીજા રાજ્યમાં કરાવવા માંગતુ હોય, તો તેણે ઘણા પ્રકારની કાગળની પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. સૌથી પહેલા જૂના રાજ્યના RTO પાસેથી NOC લેવું અનિવાર્ય હોય છે. આ સર્ટિફિકેટ એ વાતનું પ્રમાણ છે કે, ગાડી પર કોઈ રોડ ટેક્સ કે ચલણ બાકી નથી. ત્યારબાદ જ નવું રાજ્ય તે ગાડીનું રજિસ્ટ્રેશન સ્વીકારે છે.

4 / 6
આ ઉપરાંત, વાહન માલિકે જૂની RC, ફિટનેસ સર્ટિફિકેટ, ટેક્સની રસીદ અને NOC જેવા અનેક દસ્તાવેજો જમા કરાવવા પડે છે. નીતિ આયોગની હાઇ લેવલ કમિટીનું સૂચન છે કે, ગાડીને લગતી તમામ માહિતી પહેલેથી જ ‘વાહન’ (Vahan) પોર્ટલ પર ઉપલબ્ધ છે. આ પોર્ટલ પર દેશભરના વાહનોનો સંપૂર્ણ ડેટાબેઝ ઓનલાઇન હાજર છે. આવી સ્થિતિમાં, ગાડી પર કોઈ ટેક્સ કે ચલણ બાકી છે કે નહીં, તેની તપાસ સહેલાઈથી કરી શકાય છે.

5 / 6
જો આ સિસ્ટમ લાગુ કરવામાં આવે, તો NOC ને બદલે ઓનલાઇન 'ઓટોમેટિક ક્લિયરન્સ' મળી શકે છે. આ સિવાય કમિટીએ વધુ એક મહત્વનું સૂચન કર્યું છે. મળતી માહિતી મુજબ, વાહનોની ઉંમરના બદલે તેમની 'ફિટનેસ' પર ધ્યાન આપવું જોઈએ. હાલમાં ઘણી જગ્યાએ એક નક્કી કરેલી ઉંમર પછી વાહનોને રસ્તા પરથી હટાવવા પડે છે.

6 / 6
જો નવો નિયમ લાગુ થાય તો જૂની ગાડીઓ પણ રસ્તા પર દોડી શકશે, શરત એટલી કે, તે ફિટનેસ અને સુરક્ષાના તમામ માપદંડો પૂરા કરતી હોય. આનાથી વાહન માલિકોને મોટી રાહત મળી શકે છે.

Follow Us