
15મી ઓગસ્ટ શુક્રવારે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જાહેરાત કરતા દેશના વડાપ્રધાને કહ્યું કે સરકાર આ વર્ષે દિવાળી સુધીમાં "નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ"નું અનાવરણ કરશે, જેનો હેતુ પરિવારો અને નાના ઉદ્યોગપતિઓ પર કરનો બોજ ઘટાડવાનો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સુધારાઓ ટેક્સ સ્લેબને તર્કસંગત બનાવશે અને આવશ્યક અને દૈનિક ઉપયોગની વસ્તુઓ પર GST દર ઘટાડશે. તેમણે આ પગલાને નાગરિકો માટે "મોટી ભેટ" ગણાવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું "અમે સામાન્ય માણસનું જીવન સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. આ દિવાળી પર, અમે GST સુધારા લાવીશું જે કિંમતો ઘટાડશે ,"
Published On - 9:22 am, Fri, 15 August 25