Breaking News: ‘નવી ગાડી’નું સપનું હવે બજેટ બહાર ! દેશની સૌથી મોટી કાર કંપની જૂનથી કિંમતોમાં કરશે ₹30,000 સુધીનો તોતિંગ વધારો

નવી ગાડી ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે એક મોટા અને આંચકાજનક સમાચાર આવ્યા છે. દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરર કંપનીએ જૂન 2026 થી પોતાની ગાડીઓની કિંમતોમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી દીધી છે.

| Updated on: May 22, 2026 | 5:25 PM
1 / 5
દેશની સૌથી મોટી કાર મેનુફેક્ચરર કંપનીએ જૂન 2026થી પોતાની ગાડીઓની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે, વધતી જતી પડતર કિંમત (કોસ્ટ) અને મોંઘવારીના દબાણને કારણે હવે વાહનોના ભાવ વધારવા જરૂરી બની ગયા છે.

2 / 5
 જ્યારે એક જ કારમાંથી પ્રાપ્ત થતા સોનાની માત્રા ઘણી ઓછી હોય છે, જ્યારે મોટા પાયે પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે તે ખૂબ મૂલ્યવાન સંસાધન સાબિત થાય છે. ઇલેક્ટ્રિક અને સ્માર્ટ કારના વધતા વલણને કારણે, ભવિષ્યમાં ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ વધુ વધવાની તૈયારીમાં છે. આનો અર્થ એ થાય કે સોના જેવી ધાતુઓની માંગ પણ વધી શકે છે. આ જ કારણ છે કે કાર હવે ફક્ત એક મશીન નથી રહી, પરંતુ તે અદ્યતન ટેકનોલોજીના મોબાઇલ અવતારમાં વિકસિત થઈ છે.

3 / 5
કંપનીના જણાવ્યા અનુસાર, તેણે ખર્ચને નિયંત્રિત કરવા માટે ઘણા પગલાં લીધાં અને ખર્ચ ઘટાડવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં કિંમતો વધારવી જરૂરી બની ગઈ છે. મારુતિ સુઝુકીએ સ્પષ્ટ કર્યું છે કે, કિંમતોમાં આ વધારો તમામ મોડલ્સ પર એક સરખો નહીં હોય. દરેક મોડલની પડતર કિંમત અને પ્રોડક્શન સ્ટ્રક્ચર અલગ-અલગ હોવાને કારણે કિંમતોમાં ફેરફાર પણ જુદો-જુદો રહેશે.

4 / 5
ટૂંકમાં, કેટલાક મોડલ્સમાં સામાન્ય વધારો થશે, જ્યારે કેટલીક ગાડીઓની કિંમતમાં મોટો વધારો જોવા મળી શકે છે. કંપનીએ જણાવ્યું કે, તે ગ્રાહકો પર 'બોજ' બને તેટલો ઓછો રાખવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, સતત વધતા ખર્ચને કારણે હવે કિંમતોમાં સુધારો કરવો અનિવાર્ય બન્યો છે.

5 / 5
ઓટો સેક્ટરમાં વધતા ખર્ચની અસર ભૂતકાળમાં પણ ઘણી કંપનીઓ દ્વારા કિંમતો વધારવાના સ્વરૂપે જોવા મળી ચૂકી છે. હવે મારુતિ સુઝુકીના આ નિર્ણય બાદ આગામી મહિનાઓમાં અન્ય વાહન કંપનીઓ પણ ભાવમાં ફેરફાર કરી શકે છે.

Published On - 5:22 pm, Fri, 22 May 26

Follow Us