શપથવિધિની સાથે સાથે ભાજપનો ‘પાવર શો’, ભાજપના 20થી વધારે દિગ્ગજ નેતાઓની હાજરીમાં કેસરીયા રંગે રંગાયુ પાટનગર
સમારોહ સ્થળના ત્રણ સ્ટેજમાંથી એક સ્ટેજ પર શપથવિધિ થઈ હતી. બીજા સ્થાન પર સાધુ-સંતો, કલાકારોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે ત્રીજા સ્ટેજ પર ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત અનેક દિગ્ગજ નેતાઓની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
1 / 7
ગુજરાતની નવી સરકારના મુખ્યમંત્રી અને 16 પ્રધાનો એ શપથ લીધા હતા. ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે બપોરે 2 કલાકે યોજાયો શપથવિધિ સમારોહ યોજાયો હતો.
2 / 7
નવા પ્રધાનોમાંથી સૌરાષ્ટ્રના 5 ધારાસભ્યો, દક્ષિણ ગુજરાતના 5 ધારાસભ્યો અને મધ્ય-ઉત્તર ગુજરાતના 3 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. આ પ્રધાનોમાં 3 પાટીદાર, 7 ઓબીસી છે. જ્યારે ક્ષત્રિય, જૈન, દલિત, બ્રાહ્મણ અને આદિવાસી સમાજના 1-1 ધારાસભ્યો છે. આ પ્રધાનોમાં 7 પ્રધાને રીપીટ કરવામાં આવ્યા છે, જ્યારે 6 નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. આ પ્રધાનોમાં માત્ર 1 મહિલા પ્રધાન છે.
3 / 7
આ કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન મોદી સહિત અનેક ભાજપનશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર હતા.
4 / 7
શપથવિધિ સમારોહમાં ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યો અને કાર્યકર્તાઓ સહિત હજારો લોકો ભગવો ખેસ અને ટોપી પહેરી હાજર રહ્યા હતા. જેના કારણે સમારોહ સ્થળ અને ગુજરાતનું પાટનગર કેસરિયા રંગે રંગાયુ હતુ.
5 / 7
હેલિપેડ ગ્રાઉન્ડ પર બનાવેલા ત્રણ મોટા સ્ટેજ પર અનેક મહાનુભવો બિરાજમાન થયા હતા. શપથવિધિ બાદ મુખ્યમંત્રી અને પ્રધાનો એ સમારોહમાં સામેલ કલાકારો, સાધુ-સંતો અને મોટા નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
6 / 7
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ સહિત 20થી વધારે દિગ્ગજો આજે ગાંધીનગરની ધરતી પણ પહોંચ્યા હતા. ગાંધીનગરના રસ્તાઓ આજે લાલ બત્તીઓવાળી ગાડીના સાયરનથી ગૂંજી ઉઠયા હતા.
7 / 7
સમારોહ સ્થળના ત્રણ સ્ટેજમાંથી એક સ્ટેજ પર શપથવિધિ થઈ હતી. બીજા સ્થાન પર સાધુ-સંતો, કલાકારોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે ત્રીજા સ્ટેજ પર ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત અનેક દિગ્ગજ નેતાઓની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
Published On - 6:11 pm, Mon, 12 December 22