Bhogeshwara Dies: એશિયાના સૌથી લાંબા દાંત ધરાવતા હાથી મિસ્ટર કાબિનીનું નિધન, જાણો આ હાથી વિશે

|

Jun 13, 2022 | 9:59 PM

Bhogeshwara dies : ભારત કર્ણાટકનું ગૌરવ કહેવાતો હાથી ભોગેશ્વર હવે નથી રહ્યો. કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વની ગુંદરે રેન્જમાં શનિવારે તેમનું અવસાન થયું હતું. ભોગેશ્વરની ઉંમર આશરે 60 વર્ષની હતી. તેનું કુદરતી મૃત્યુ થયુ છે. ભોગેશ્વરને 'મિસ્ટર કબિની' તરીકે પણ ઓળખવામાં આવે છે. જાણો, તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.

1 / 5
ભારત કર્ણાટકનું ગૌરવ કહેવાતો હાથી ભોગેશ્વર હવે નથી રહ્યો. કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વની ગુંદરે રેન્જમાં શનિવારે તેમનું અવસાન થયું હતું. ભોગેશ્વરની ઉંમર આશરે 60 વર્ષની હતી. તેનુ કુદરતી મૃત્યુ થયુ છે. ભોગેશ્વરને 'મિસ્ટર કાબિની' તરીકે પણ ઓળખવામાં આવે છે.

2 / 5
બાંદીપુર ટાઈગર રિઝર્વના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભોગેશ્વરના દાંત લગભગ અઢી મીટર લાંબા હતા. આ પોતાનામાં જ એક રેકોર્ડ છે, કારણ કે સમગ્ર એશિયામાં બીજા કોઈ હાથીના આટલા લાંબા દાંત નથી. તેના લાંબા દાંત અને શાંત સ્વભાવ અહીં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હતું.

3 / 5
બાંદીપુર રિઝર્વના વનકર્મીઓના જણાવ્યા અનુસાર, ભોગેશ્વરનું મોત ઉમરની વધતી જતી સમસ્યાઓના કારણે થયું હતું. તેથી જ તેનું મૃત્યુ કુદરતી રહ્યું છે. ભોગેશ્વરને શ્રદ્ધાંજલિ અને સન્માન આપવા માટે તેને હાથીઓના સંરક્ષણનું પ્રતીક બનાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

4 / 5
આ હાથીનું નામ ભોગેશ્વર રાખવા પાછળ પણ એક કારણ હતું. તે હાથી ઘણીવાર કાબિની તળાવ નજીક ભાગેશ્વર કેમ્પની આસપાય જોવા મળતું હતું. આથી તેનું નામ ભોગેશ્વર પડ્યું. ભોગેશ્વરના નિધન બાદ સ્થાનિક લોકોથી લઈને સોશ્યિલ મીડિયા યુઝર્સ સુધી તેને જાણતા દરેક લોકો પોતપોતાની રીતે તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

5 / 5
કાબિની પ્રદેશમાં રહેતુ હોવાને કારણે તેને શ્રી કાબિની પણ કહેવામાં આવતું હતું. સામાન્ય રીતે હાથીનું સરેરાશ આયુષ્ય 65 વર્ષ હોય છે, પરંતુ જંગલમાં રહેતા હાથીઓ માત્ર 60 વર્ષ સુધી જ જીવે છે. અને પાળેલા હાથીઓ 80 વર્ષ સુધી જીવી શકે છે.

Next Photo Gallery