
હિમાલયના ચોથા નંબરના બેઝ કેમ્પ પહોંચતા પર જેટલા દીવસ લાગ્યા હતાં ત્યાંથી આગળના અવરણ માટે વિષમ અને ખરાબ વાતાવરણને કારણે વ્યવસાયિક કંપની અને શેરપાઓના આગ્રહવશ થઈ અભિયાન થોભાવવુ પડ્યું હતું.

નેપાળની વ્યવસાયિક પર્વતારોહણ સંસ્થાની ટુકડીમાં એવરેસ્ટ ચઢાણ માટે સીમાની પસંદગી થઈ હતી.તે લગભગ છેલ્લા 3 વર્ષથી સાયકલિંગ દ્વારા આ અભિયાનની તૈયારી કરી રહી હતી. હિમાલયના બરફથી છવાયેલા વિસ્તારોમાં તેણે આકરી મહેનત કરી હતી. આ અગાઉ સીમા ભગતે આફ્રિકાનું કલિમાંજારો શિખર ભારતીય ટ્રેડિશનલ ડ્રેસમાં ટ્રેનીંગ વગર આરોહણ કરી લોકોને અચંબિત કરી દીધા હતાં.

સીમાકુમારીએ એવરેસ્ટની ટોચ તરફ અવરોહણની સફર શરૂ કરી જોકે કેમ્પ 4 થી પરત ફરવું પડ્યું હતું. સીમાએ પર્વતરાજ હિમાલયની આરોહણની સિદ્ધિ મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.