ચાંદીએ તો ખરેખર રોકાણકારોની ‘ચાંદી-ચાંદી’ કરી દીધી, આ 5 Silver ETF એ 100% થી વધુનું રિટર્ન આપતા માર્કેટ ‘ગરમાયું’

છેલ્લા કેટલાક સમયથી ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે, જેને કારણે રોકાણકારો સોનાની જેમ 'ચાંદી' તરફ પણ ઝડપથી આકર્ષાયા છે. ગ્લોબલ માર્કેટમાં વધતી માંગ અને મર્યાદિત સપ્લાય વચ્ચે Silver ETF રોકાણ માટે એક સુરક્ષિત અને આધુનિક વિકલ્પ બનીને ઉભરી આવ્યું છે.

| Updated on: Jul 04, 2026 | 2:11 PM
1 / 6
છેલ્લા દોઢ વર્ષમાં ચાંદીએ રોકાણકારોને શાનદાર વળતર આપ્યું છે. જણાવી દઈએ કે, ચાંદીની કિંમતોમાં મજબૂત તેજી જોવા મળી છે. વધતી મોંઘવારી, ગ્લોબલ તણાવ, ડોલર પર ઘટતી નિર્ભરતા અને ઇન્ડસ્ટ્રિયલ ડિમાન્ડ જેવા કારણોએ ચાંદીના ભાવને નવી ઊંચાઈઓ પર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આવા સમયમાં રોકાણકારો વચ્ચે એ સવાલ બનેલો છે કે, શું વર્ષ 2026 માં Silver ETF રોકાણ માટે વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે? એવામાં ચાલો નજર કરીએ કેટલાક એવા સિલ્વર ETF પર કે, જેણે એક વર્ષમાં 100% થી વધુ રિટર્ન આપ્યું છે.

2 / 6
સિલ્વર ETF એક એવું એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) છે કે, જે ચાંદીના ભાવના આધારે ચાલે છે. આમાં રોકાણ કરવાથી તમારે ફિઝિકલ ચાંદી ખરીદવાની કે ઘરમાં રાખવાની જરૂર નથી હોતી. સિલ્વર ETF ને તમે Stocks ની જેમ સરળતાથી શેરબજારમાં ખરીદી અને વેચી શકો છો. આ રીતે ઓછી રકમથી પણ ચાંદીમાં રોકાણ કરવું સરળ અને અનુકૂળ બની જાય છે.

3 / 6
વીતેલા એક વર્ષમાં સિલ્વર ઇટીએફ (Silver ETF) એ રોકાણકારોને શાનદાર વળતર આપ્યું છે, જેમાં ટોપ ફંડ્સે પૈસા બમણાથી પણ વધુ કરી દીધા છે. આ ગાળા દરમિયાન સૌથી વધુ રિટર્ન આપનારા ટોપ 5 ફંડ્સમાં ICICI Pru Silver ETF એ 112% રિટર્ન, ABSL Silver ETF એ 112% રિટર્ન અને DSP Silver ETF એ 112% રિટર્ન આપ્યું છે. આ સિવાય Kotak Silver ETF એ 111% રિટર્ન અને Axis Silver ETF એ 111% રિટર્ન આપ્યું છે.

4 / 6
ચાંદીની કિંમત વધવાનું મોટું કારણ તેની વધતી માંગ રહી છે. હાલમાં ચાંદીનો ઉપયોગ સોલર પેનલ, ઇલેક્ટ્રિક વ્હીકલ (EV), મોબાઇલ, ઇલેક્ટ્રોનિક સામાન અને મેડિકલ ડિવાઇસ બનાવવામાં ઝડપથી થઈ રહ્યો છે. બીજી તરફ, બજારમાં જેટલી ચાંદીની જરૂરિયાત હતી, તેટલો સપ્લાય થઈ શક્યો નથી. માંગ વધારે અને સપ્લાય ઓછો હોવાને કારણે ચાંદીના ભાવોમાં સારો વધારો જોવા મળ્યો છે.

5 / 6
Silver ETF ના નાણાં સામાન્ય રીતે ફિઝિકલ ચાંદી (Bullion) અથવા ચાંદી સાથે જોડાયેલા ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકવામાં આવે છે. તેની કિંમત સીધી ચાંદીના બજાર ભાવની સાથે જ ઉપર-નીચે થતી રહે છે. જો ચાંદીનો ભાવ વધે છે તો ETF ની વેલ્યુ પણ વધે છે અને જો ભાવ ઘટે છે તો ETF ની કિંમત પણ ઓછી થઈ જાય છે.

6 / 6
Silver ETF માં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, તમારે ફિઝિકલ ચાંદી રાખવાની ઝંઝટ નથી હોતી. તેને તમે શેરની જેમ સરળતાથી ખરીદી અને વેચી શકો છો. આ સિવાય આમાં મેકિંગ ચાર્જીસ નથી લાગતા અને કિંમત સંપૂર્ણપણે ટ્રાન્સપરન્ટ (પારદર્શક) રહે છે. આમાં સૌથી મોટું જોખમ માર્કેટ વોલેટિલિટી (બજારની અસ્થિરતા) છે, એટલે કે કિંમતો ઝડપથી ઉપર-નીચે થઈ શકે છે. આના માટે તમારે Demat Account ની જરૂર પડે છે અને આ શોર્ટ-ટર્મમાં જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે કિંમતો સ્થિર રહેતી નથી.

Follow Us