ડીઝલ કારના શોખીનો માટે મોટા સમાચાર ! જાણો કઈ મિડસાઈઝ SUV આપે છે સૌથી વધુ માઈલેજ

ભારતીય માર્કેટમાં પેટ્રોલ એન્જિનનો દબદબો વધી રહ્યો હોવા છતાં, શાનદાર પર્ફોર્મન્સ અને વધુ માઈલેજને કારણે ડીઝલ એસયુવીનો ક્રેઝ હજુ પણ અકબંધ છે. હ્યુન્ડાઈ ક્રેટા, ટાટા સિએરા અને કિયા સેલ્ટોસ જેવી મિડસાઈઝ ડીઝલ કારમાં કોણ માઈલેજનો બાદશાહ છે અને કોણ સૌથી પાછળ છે?

| Updated on: May 06, 2026 | 5:01 PM
1 / 5
માઈલેજની રેસ, કઈ ડીઝલ SUV છે તમારા ખિસ્સા માટે બેસ્ટ?, મિડસાઈઝ એસયુવી સેગમેન્ટમાં આજે પણ હ્યુન્ડાઈ, ટાટા અને કિયા જેવી કંપનીઓ ડીઝલ એન્જિનનો વિકલ્પ આપી રહી છે. જો તમે પણ લાંબી મુસાફરી અને ઓછા ખર્ચમાં વધુ માઈલેજ આપતી કાર શોધી રહ્યા છો, તો આ રેન્કિંગ તમારા માટે છે.

2 / 5
કિયા સેલ્ટોસ (Kia Seltos): કિયા સેલ્ટોસમાં 1.5 લીટરનું ડીઝલ એન્જિન મળે છે જે 116hp પાવર જનરેટ કરે છે. જોકે, આ સેગમેન્ટમાં સેલ્ટોસ સૌથી ઓછી માઈલેજ આપતી કાર સાબિત થઈ છે. મેન્યુઅલ ટ્રાન્સમિશન (MT): 19.40kpl, ઓટોમેટિક ટ્રાન્સમિશન (AT): 17.80kpl, નોંધનીય છે કે સેલ્ટોસમાં મેન્યુઅલ વર્ઝન ઓટોમેટિક કરતા 1.6kpl વધુ માઈલેજ આપે છે.

3 / 5
ટાટા સિએરા (Tata Sierra), ટાટાની નવી લોન્ચ થયેલી સિએરા આ સેગમેન્ટમાં એક મજબૂત દાવેદાર તરીકે ઉભરી છે. તેમાં પણ 1.5 લીટરનું એન્જિન છે, પરંતુ તે સેલ્ટોસ કરતા વધુ સારી માઈલેજ આપે છે. મેન્યુઅલ ટ્રાન્સમિશન (MT): 21.26kpl, ઓટોમેટિક ટ્રાન્સમિશન (AT): 19.22kpl, રસપ્રદ વાત એ છે કે ટાટા સિએરા દેશની સૌથી વધુ માઈલેજ આપતી 'ડીઝલ ઓટોમેટિક' મિડસાઈઝ SUV બની ગઈ છે.

4 / 5
હ્યુન્ડાઈ ક્રેટા (Hyundai Creta), વર્ષોથી માર્કેટમાં રાજ કરતી હ્યુન્ડાઈ ક્રેટા માઈલેજની બાબતમાં પણ સૌથી આગળ છે. ક્રેટામાં પણ સેલ્ટોસ જેવું જ એન્જિન છે, પરંતુ તેનું વજન ઓછું હોવાને કારણે તે વધુ માઈલેજ આપે છે. મેન્યુઅલ ટ્રાન્સમિશન (MT): 21.80kpl, ઓટોમેટિક ટ્રાન્સમિશન (AT): 19.10kpl, આમ, મેન્યુઅલ ગિયરબોક્સ સાથે હ્યુન્ડાઈ ક્રેટા ભારતની સૌથી વધુ ફ્યુઅલ એફિશિયન્ટ (વધુ માઈલેજ આપતી) મિડસાઈઝ ડીઝલ SUV છે.

5 / 5
જો તમને ઓટોમેટિક કાર ચલાવવી ગમે છે તો ટાટા સિએરા શ્રેષ્ઠ છે, પરંતુ જો તમે મેન્યુઅલ કારમાં સૌથી વધુ માઈલેજ ઈચ્છો છો, તો હ્યુન્ડાઈ ક્રેટા હજુ પણ નિર્વિવાદ વિજેતા છે.

Follow Us
Loading...
Unable to load recommendations.