
દિલ્હીમાં હુમાયુનો મકબરો તેના પરફેક્ટ લોકેશન્સ માટે જાણીતો છે. અહીં તમે તમારા પ્રી-વેડિંગ શૂટ માટે ઘણા શાનદાર અને પરફેક્ટ શોટ્સ શોધી શકો છો. સંકુલની આસપાસ એવી ઘણી જગ્યાઓ છે જ્યાંથી તમે સ્મારકના સૌથી સુંદર દ્રશ્યો મેળવી શકો છો.

આગ્રાનો તાજમહેલ તમારા પ્રી-વેડિંગ શૂટ માટે યોગ્ય સ્થળ છે. વિશાળ લૉનની વચ્ચે સ્થિત પ્લેટફોર્મ થોડી ક્ષણોને કેપ્ચર કરવા માટે એક સારૂ સ્થળ છે. જો કે, અહીં કંઈપણ શૂટ કરતા પહેલા તમારે સરકારી પરવાનગી લેવી જરૂરી રહેશે.