
ડૉ. સુભાષ ગોયલે તેમના ઇન્સ્ટાગ્રામ પેજ "ગોયલ સાહબ કે નુસ્ખે" પર શેર કરેલા એક વીડિયોમાં સમજાવ્યું છે કે દારૂનો ઉપયોગ શરીરને નુકસાન કરે છે, તેમાં કોઈ શંકા નથી. પરંતુ જો કોઈ દારૂ પીવે જ છે, તો તેની સાથે કયા નાસ્તા લેવાથી ઓછું નુકસાન થાય, તે જાણવું જરૂરી છે. તેમના જણાવ્યા મુજબ, દારૂ પીતી વખતે હંમેશા સ્વસ્થ ખોરાક લેવો જોઈએ. ચીઝ, સલાડ અને શેકેલા અથવા બાફેલા ચણા દારૂ સાથે લેવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

આ ઉપરાંત, ઘણા લોકો દારૂ સાથે તળેલા નાસ્તા, ફાસ્ટ ફૂડ અથવા માંસાહારી વાનગીઓનું સેવન કરે છે, જે શરીરને વધુ નુકસાન પહોંચાડી શકે છે. આવા નાસ્તા શરીરમાં ચરબી વધારવા, એસિડિટી, બ્લડ પ્રેશર વધારવા અને યકૃતને નુકસાન પહોંચાડવાના જોખમમાં વધારો કરે છે.