બેંગલુરુ: ભારે વરસાદના કારણે માર્ગો જળમગ્ન બન્યા, પાણીમાં ડૂબી ગાડીઓ, રસ્તા બેટમાં ફેરવાયા

|

Sep 05, 2022 | 3:30 PM

Heavy Rain: કર્ણાટકમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. જેમા ખાસ કરીને બેંગલુરુ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને પગલે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે તો કાંઠા વિસ્તારમાં જળસમાધિ જેવા દૃશ્યો સર્જાયા છે.

1 / 6
કર્ણાટકના બેંગલુરુમાં ભારે વરસાદને કારણે ભારે હાલાકી સર્જાઈ છે. સમગ્ર શહેરમાં જ્યાં જુઓ ત્યાં જળભરાવની પરિસ્થિતિ સર્જાઈ છે. સેંકડો ગાડીઓ કલાકોથી ટ્રાફિકમાં ફસાયેલી છે. માર્ગો જાણે તળાવમાં ફેરવાઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં હજુ 9 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે.

2 / 6
રાજ્યના અનેક જિલ્લાઓમાં યેલો એલર્ટ જારી કરી દેવામાં આવ્યુ છે. માછીમારોને પણ દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. હાલ કાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાઈ રહ્યા છે. બેંગાલુરુમાં ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. અનેક વિસ્તારોમાં ગાડીઓએ જાણે જળસમાધિ લીધી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

3 / 6
હવામાન વિભાગે 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન શિવમોગ્ગા, કોડાગુ, ઉત્તર કન્નડ, દક્ષિણ કન્નડ, ચિકમગલુર અને ઉડ્ડુપી જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યુ છે. રાજ્યમાં એક મહિનાથી સતત વરસાદ વરસી રહ્યો છે. માર્ગો જળમગ્ન બનતા સવારે ઓફિસ માટે નીકળેલા લોકો રસ્તામાં જ ફસાઈ ગયા હતા.

4 / 6
આ તરફ ખબરો એવી પણ છે કે માર્ગો પર પાણી ભરાઈ જવાથી અને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા લોકોને ઓફિસના બદલે પોતાના ઘરે પરત ફરવા મજબુર થવુ પડ્યુ. અનેક આઈટી કંપનીઓએ પણ તેમના એમ્પ્લોઈને વર્ક ફ્રોમ હોમ કરવાના નિર્દેશ આપ્યા છે. કારણ કે ઓફિસના મોટાભાગના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે.

5 / 6
આખી રાત વરસેલા વરસાદને કારણે લોકોને જળભરાવની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આઈએમડીના આંકડા અનુસાર બેંગલુરુમાં સંપનગી રામનગર વિસ્તારમાં રવિવારે રાત્રે 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો. શહેરના મરાઠાહલ્લી, ડોડ્ડાનેકકુંડી, વરથુર, એચએલ રોડ સહિતના વિસ્તારોમાં રાત્રે 4 ઈંચ જેટલો વરસાદ વરસાદ પડ્યો.

6 / 6
ભારતીય હવામાન વિભાગે 9 સપ્ટેમ્બર સુધી કર્ણાટકના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનુ એલર્ટ જાહેર કર્યુ છે. આ ઉપરાંત બેંગલુરુ,  દરિયાકાંઠાના ત્રણ જિલ્લાઓ અને કર્ણાટકના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

Next Photo Gallery