
ચમકીલી ત્વચા સૌ કોઈ ઈચ્છે છે. આમ કરવા માટે તમારે દરરોજ રાત્રે સુતા પહેલા વેસેલિનને ચહેરા પર લગાવવુ જરુરી છે. રોજ રાતે થોડુંક વેસેલિન લગાવવાથી ત્વચાનો નિખાર વધશે અને એકદમ ચમકદાર તેમજ ગોરો ચહેરો જોવા મળશે.

માત્ર ત્વચા જ નહીં પરંતુ વાળના માટે પણ ખાસ કામની ચિજ છે વેસેલિન. જો તમારા વાળ કર્લી છે અને તેને તમારે સીધા કરવા હોય તો વેસેલિનનો આ ઉપયોગ શરુ કરો અને પછી જુઓ તેનો ફાયદો. કર્લી વાળ પર વેસેલિન લગાવો, તે સ્ટ્રેટ થવા લાગશે. સાથે જ વાળના ફાટેલા છેડાં પણ વેસેલિન ઠીક કરી દેશે.

શિયાળો જ નહીં પરંતુ અનેક લોકોને બારે મહિના પોતાની કોણીને લઈ સમસ્યા રહેતી હોય છે. આ સમસ્યા કોણી કાળી હોવાની સતાવતી હોય છે. આ માટે વેસેલિનનો ઉપયોગ કરો અને કોણી પર લગાવવાથી સાફ અને મુલાયમ જોવા મળી શકે છે. આ માટે રાત્રે પેટ્રોલિયમ જેલી લગાવીને બે મિનિટ માટે હળવા હાથ મસાજ કરો.
Published On - 10:08 pm, Fri, 24 November 23