એક સ્પેસ સૂટની કિંમત જાણીને ચોંકી જશો! જાણો કઈ વસ્તુ તેને બનાવે છે ખાસ અને શું છે તેની કિંમત

|

Jun 21, 2022 | 11:44 PM

આપણે બાળપણથી જે પણ અવકાશને લગતા કાર્ટુન કે મુવી જોઈ હશે તેમાં આપણે અવકાશ યાત્રીઓને હમેંશા સ્પેસ સૂટમાં (Space suit) જોયા છે પણ ક્યારેક વિચાર્યુ છે તેની કિંમત શું હશે? ચાલો જાણીએ આ સ્પેસ સૂટ વિશે વિસ્તારથી

1 / 5
આપણે જાણીએ છે કે સૂર્યમંડળમાં જવા માટે સ્પેસ સૂટ પહેરવું જરૂરી છે. તેના વિના અવકાશ યાત્રા જીવલેણ બની શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૃથ્વી સિવાય એવો કોઈ ગ્રહ નથી કે જ્યાં માનવી થોડી મિનિટો પણ રહી શકે. મનમાં સવાલ એ થાય કે  સ્પેસ સૂટમાં શું થાય છે જે અન્ય ગ્રહ પર જવા પર જીવનનું જોખમ ખતમ કરે છે.

2 / 5
સ્પેસ સૂટ કોઈ સામાન્ય ડ્રેસ નથી. તે અવકાશયાત્રીઓ માટે રક્ષણાત્મક કવચ જેવું કામ કરે છે. સ્પેસ સૂટમાં ઓક્સિજન, પીવાનું પાણી, ઇનબિલ્ટ ટોઇલેટ અને એર કન્ડીશનીંગની સુવિધા હોય છે.તેના દ્વારા અવકાશયાત્રીઓને તેમની અવકાશ યાત્રા દરમિયાન જરૂરી તમામ સુવિધાઓ મળે છે.

3 / 5
સ્પેસ સૂટ સાથે બેક પેક પણ છે જે અવકાશમાં જતા મુસાફરોને ઓક્સિજન પૂરુ પાડે છે. આ સિવાય સ્પેસ સૂટમાં રહેલા પંખાને કારણે સૂટમાંથી કાર્બન-ડાઈ-ઓક્સાઈડ નીકળી જાય છે. અલગ-અલગ ગ્રહો પર સ્થિતિ પણ અલગ-અલગ હોય છે, તેથી સ્પેસ સૂટ પહેરવો જરૂરી છે.

4 / 5
બુધ, શુક્ર અને સૂર્ય જેવા ગ્રહોનું તાપમાન ઘણું વધારે  હોય છે.  મંગળ ખૂબ જ ઠંડો છે. તેથી મંગળ પર રહેવા માટે ખૂબ જ ગરમ કપડાંની જરૂર પડશે. આવા સ્થળો માટે સ્પેસ સૂટ જરૂરી છે, જે થોડો સમય રહેવામાં, તે જગ્યાને સમજવામાં અને સંશોધન કરવામાં મદદ કરે છે.

5 / 5
 એક સ્પેસ સૂટની કિંમત લગભગ 90 કરોડ છે. તેમા ઘણી બધી સુવિધાઓ હોવાને કારણે તે ખૂબ ખર્ચાળ છે. તે ઘણા લેયરથી બનેલું છે, તેથી તેમાં સિસ્ટમની મદદથી તાપમાન જાળવવામાં આવે છે.

Next Photo Gallery