
પાચનતંત્રને સ્વસ્થ રાખે છે - તુલસીના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તે પાચનને લગતી ઘણી સમસ્યાઓથી બચાવે છે. તે કબજિયાત, અપચો અને ઝાડાને રોકવાનું કામ કરે છે. તમે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે તુલસીના બીજનું સેવન કરી શકો છો.

વજન ઘટાડવામાં મદદરુપ- તુલસીના બીજમાં ફાઈબર અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. આ બીજનું સેવન કરવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. તમને ભૂખ ઓછી લાગશે. તેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે તુલસીના બીજને ચામાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો.