મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં તીર્થધામ બોચાસણ ખાતે દેવ દિવાળીના ઉત્સવની કરવામાં આવી ઉજવણી, જુઓ ફોટો

આજે એટલે કે, સોમવારે BAPS ગાદીસ્થાન બોચાસણમાં મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં કાર્તિકી પૂનમ અને દેવ-દિવાળીનો ઉત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો હતો. દેવ-દિવાળી નિમિતે મંદિરમાં ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓનો કલાત્મક અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

| Edited By: | Updated on: Nov 27, 2023 | 5:04 PM
4 / 5
બી.એ.પી.એસ સંસ્થા દ્વારા વિશ્વ સ્તરે સામાજિક સેવાઓ પૈકી આરોગ્ય ક્ષેત્રે નુતન આયામ અંતર્ગત સતત 20 વર્ષથી આરોગ્ય સેવામા કાર્યરત વડોદરાના અટલાદરા ખાતેની સંસ્થાની 'શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ'માં કેથલેબ સુવિધા શરૂ કરવા અંગે જાહેરાત કરી હતી.

5 / 5
સભાના અંતમાં મહંત સ્વામી મહારાજે આશિર્વાદ આપતા જણાવ્યું હતું કે, ભગવાન કર્તા-હર્તા છે એમની મરજી વગર પાંદડું હલી શકે એમ નથી. એ વાત આપણે જીવમાં દ્રઢ કરવી. મહારાજ અને સ્વામીની નિષ્ઠા જીવનમાં દ્રઢ કરવી. આ ઉત્સવમાં 25,000 થી વધારે હરિભક્તોએ ઉપસ્થિત રહી લાભ પ્રાપ્ત કર્યો હતો.

Published On - 4:39 pm, Mon, 27 November 23