Photos : બનાસકાંઠામાં ધોતી-કુર્તા પહેરીને આ કાકા આપે છે અંગ્રેજીમાં કોમેન્ટ્રરી, ક્રિકેટર્સ પણ છે તેમના ફેન

શૂટ બુટ અને ટાઈ સાથે ક્રિકેટની કોમેન્ટ્રી બોલતા કોમેન્ટટેર તો જોયા હશે પરંતુ એક એવા કોમેન્ટટેર પણ છે જેઓ દેશી લુકમાં રિચિ બેનોની સ્ટાઇલમાં કોમેન્ટ્રી આપે છે.ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર નજીક આવેલ વાવ તાલુકાના ફાગણી ગામમાં રહેતા દેવજીભાઈ ધોરણ સાત પાસે પરંતુ તેઓ 58 વર્ષની ઉંમરે પણ અંગ્રેજી અને હિન્દીમાં ક્રિકેટની કોમેન્ટ્રી કરે છે. ક્રિકટર્સ પણ તેમની કોમેન્ટ્રીના ફેન છે. ચાલો જાણીએ તેમના વિશે.

| Edited By: | Updated on: Jun 05, 2023 | 11:48 PM
4 / 5
1983માં કપિલદેવની કેપ્ટનશીપમાં જ્યારે ભારત વર્લ્ડ કપ જીત્યું તેના પછી તો તેમણે નિર્ધારિત કરી લીધું કે, મારે કોમેન્ટટેર જ બનવું છે અને તેઓ રેડિયો પર ક્રિકેટ ટૂર્નામેન્ટોની કોમેન્ટ્રી તેમજ અંગ્રેજી ભાષામાં સમાચારો સાંભળતા ગયા અને રેડિયો સાંભળતા સાંભળતા તેઓ અંગ્રેજી અને હિન્દીમાં કોમેન્ટ્રી બોલતા પણ શીખી ગયા. તેમને અંગ્રેજીના કેટલાક શબ્દોમાં મુશ્કેલી પડતી હતી. તેઓ પોતાના ગામના શિક્ષક પાસે ગયા અને શિક્ષકની શિખામણ તેમજ અંગ્રેજીના પુસ્તકનો અભ્યાસ કર્યો અને તેઓ અંગ્રેજી ભાષા પણ શીખી ગયા.

5 / 5
વર્ષ 1990માં રાજકોટ ખાતેની ઇન્ટરનેશનલ મેચ દરમિયાન દેવજીભાઈની તેમના ગુરુ રીચી બેનોની સાથે મુલાકાત પણ થઈ હતી. દેવજીભાઈના કપિલ દેવ, દિલીપ વેગેસકર, મહેન્દ્ર અમરનાથ, અઝરુદ્દીન, ઇરફાન પઠાણ, મુન્નાફ પટેલ જેવા ક્રિકેટરો સાથે પણ સારા સંબંધ છે અને આ ક્રિકેટરો સામે પણ તેમણે દેશી અંદાજમાં કોમેન્ટ્રી પર કરી છે.

Published On - 11:47 pm, Mon, 5 June 23