
બાલાસોર આવતા પહેલા વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઓડિશા માર્ગ અકસ્માત સંબંધિત સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી.

તેમણે અકસ્માત સ્થળ પરથી જ કેબિનેટ સચિવ અને આરોગ્ય મંત્રી સાથે ફોન પર વાત કરી અને તેમને સૂચના આપી કે ઘાયલોની સારવાર માટે જે પણ મદદની જરૂર છે તે વહેલી તકે પૂરી પાડવામાં આવે. જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારના સભ્યોની ખાસ કાળજી લેવી જોઈએ જેથી તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હતા. વડાપ્રધાન મોદી ભુવનેશ્વરથી લગભગ 170 કિમી ઉત્તરમાં બાલાસોર જિલ્લાના બહાનાગા બજાર સ્ટેશન પર ઘટના સ્થળની નજીક એરફોર્સના હેલિકોપ્ટરમાં પહોંચ્યા હતા.
Published On - 6:04 pm, Sat, 3 June 23