
સરયૂ નદીના કારણે દિવાળીના દિવસે હજારો લોકો ભેગા થાય છે. લાખો દીવડા પ્રગટાવવા માટે હજારો વિદ્યાર્થી કામ કરતા હોય છે. આ અવસરે ભવ્ય લાઈટ અને સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવે છે.

દિવાળી દરમિયાન રામ જન્મભૂમિ મંદિર, હનુમાન ગઢી મંદિર, નાગેશ્વરનાથ મંદિર, કનક ભગવાન મંદિર, માધુરી કુંજા મંદિર જેવા મંદિરો અને ઘાટને ખુબ સુંદર રીતે શણગારવામાં આવે છે.