નોંધનીય છે કે Jio, Airtel અને Viએ જુલાઈ મહિનામાં તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો. પરંતુ, હાલમાં BSNL જૂના ભાવે જ પ્લાન ઓફર કરી રહી છે. આ સાથે, ગ્રાહકોની સમસ્યાઓને ઓછી કરવા માટે, BSNL હવે ઓછા ભાવે ટૂંકા ગાળાના પ્લાન અને લોંગ વેલિડિટી પ્લાન લઈને આવ્યું છે. જો તમે પણ સસ્તા પ્લાન શોધી રહ્યા છો, તો અમે તમને BSNLના સૌથી લોકપ્રિય પ્લાન જણાવવા જઈ રહ્યા છીએ.