
અમદાવાદના SVPIA એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “સુરક્ષા અને સલામતી એ SVPI એરપોર્ટની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS), સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF), એરલાઈન અને એરપોર્ટની અથાક સુરક્ષા કરતી ટીમોના અડગ સમર્પણને માન આપવા ઉડ્ડયન સુરક્ષા સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી રહી છે.

એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સમર્પિત વ્યાવસાયિકો અમારા તમામ હિતધારકો અને મુસાફરોને માટે સુરક્ષા પૂરી પાડવાની SVPIAની પ્રતિબદ્ધતાને જાળવી એક અવિશ્વસનીય કવચ બનાવે છે. આ મહત્વપૂર્ણ સપ્તાહમાં દરમિયાન ચાલો આપણે સૌ એ અસાધારણ સુરક્ષાકર્મીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

કર્મચારીઓની અદમ્ય ભાવના અને અથાગ પ્રયત્નો SVPIAને શ્રેષ્ઠતાની વધુ ઊંચાઈઓ સુધી પહોંચાડે છે. સુરક્ષાને પ્રાથમિકતા આપવા, જીવનનું રક્ષણ કરવા અને સમૃદ્ધ ઉડ્ડયન લેન્ડસ્કેપને પ્રોત્સાહન આપવા જેમ જેમ આપણે આગળ વધીએ છીએ. તેમ-તેમ SVPIA નો સંકલ્પ વધુ મજબૂત બને છે. તેવું પણ ઓથોરીટી દ્વારા જણાવ્યુ હતું.

SVPIA ખાતે એવિએશન સિક્યુરિટી કલ્ચર વીક માટે આયોજિત કાર્યક્રમમાં સુરક્ષા પ્રતિજ્ઞા, મુસાફરો માટે સુરક્ષા પર ક્વિઝ, વોકાથોન, સુરક્ષા જાગૃતિ કાર્યક્રમો, સેમિનાર અને તાલીમ, CISF દ્વારા કેનાઇન ડિસ્પ્લે, સુરક્ષા સંબંધિત ઓડિટ જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

આ પ્રકારે એરપોર્ટ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. સેલ્ફી પોઇન્ટ બનાવાયા. ડોગ સાથે સુરક્ષા કર્મચારીઓની કામગીરી દર્શાવવામાં આવી. પેસેન્જર માટે ક્વિઝ નું આયોજન થયું તેની સાથે તેમને સુરક્ષા નિયમો, સુગમતા પૂર્વક પ્રવાસ કરવા માટેની ચર્ચા કરવામાં આવી.

સાથે જ કર્મચારીઓએ સારી કામગીરી કરવા શપથ લીધા જેવા સહિત વિવિધ કાર્યક્રમો કરાયા. જેથી લોકો જાગૃત બને. સાથે સુરક્ષા કર્મીઓની કામગીરીથી પણ અવગત થઈ શકે. જેથી એરપોર્ટની સુરક્ષા વધુ સારી રીતે થઈ શકે. અને લોકો પણ તેમાં સહકાર આપતા થાય. જેનાથી પણ એરપોર્ટ પર સુરક્ષા પ્રક્રિયામાં સરળતા રહે.