
વિવેક અગ્નિહોત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતાં લખ્યું 'ભારત, માનવતા, સૌને સલામ, આભાર.' સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યુ, મારો દેશ બદલાઈ રહ્યો છે. જ્યારે બીજાએ લખ્યું, ભારતની ઓળખ માનવતા છે. આ સિવાય બીજા ઘણા લોકો આ ઓટો ડ્રાઈવરના વખાણ કરતા જોવા મળે છે.

ફિલ્મ વિશે વાત કરીએ તો, 11 માર્ચે 650 સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મની લોકપ્રિયતાને જોતા હવે તેની સ્ક્રીન્સની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. આ ફિલ્મ 90ના દાયકામાં કાશ્મીરમાં થયેલા નરસંહાર અને કાશ્મીરી પંડિતોની હિજરત પર આધારિત છે. ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, પલ્લવી જોશી, મૃણાલ કુલકર્ણી જેવા કલાકારો જોવા મળ્યા છે. ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો અત્યાર સુધીમાં તેણે દુનિયાભરમાં લગભગ 200 કરોડની કમાણી કરી લીધી છે.