‘The Great Barrier Reef’ ફરી માછલીઓ અને દરિયાઈ જીવોનું ઘર બનશે, Climate Change સામે રક્ષણ માટે 5200 કરોડ રૂપિયા ખર્ચાશે

|

Jan 28, 2022 | 8:32 PM

Great Barrier Reef: ઓસ્ટ્રેલિયન સરકાર 'ધ ગ્રેટ બેરિયર રીફ'ને સુરક્ષિત કરવા માટે લગભગ રૂ. 5200 કરોડનો ખર્ચ કરશે.

1 / 6
ઓસ્ટ્રેલિયન(Australia) સરકારે શુક્રવારે 'ધ ગ્રેટ બેરિયર રીફ'ના સંરક્ષણ માટે આગામી નવ વર્ષમાં વધુ એક અબજ ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ રૂ. 5200 કરોડ) ખર્ચવાની જાહેરાત કરી છે.

2 / 6
યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (UNESCO)ના વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે 'ધ ગ્રેટ બેરિયર રીફ'નો દરજ્જો ડાઉનગ્રેડ કરવાના નિર્ણયને મુલતવી રાખ્યા બાદ સરકારે આ પગલું ભર્યું છે. આ પગલા બાદ 'ધ ગ્રેટ બેરિયર રીફ'માં માછલીઓ અને અન્ય જળચર જીવોની સંખ્યા ફરી વધશે.

3 / 6
ટીકાકારોના મતે, આ જાહેરાત માત્ર ચૂંટણી પહેલા સત્તારૂઢ ગઠબંધનને ઇકો-ફ્રેન્ડલી(Eco-Friendly) તરીકે રજૂ કરવાનો પ્રયાસ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગઠબંધન સતત વધી રહેલા દરિયાઈ તાપમાનને રોકવા માટે કોઈ અસરકારક પગલાં લઈ રહ્યું નથી, જે આ કોરલ રીફ્સના(Coral Reefs) અસ્તિત્વ માટે સૌથી મોટો ખતરો છે.

4 / 6
અધિકારીઓના જણાવ્યા અનુસાર, 58 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર  ઉત્તર-પૂર્વ કિનારે જમીન ધોવાણની સમસ્યાને દૂર કરવા, જમીનની સ્થિતિમાં સુધારો કરવા અને પોષક તત્ત્વો અને જંતુનાશકોના વધારાના પ્રવાહને સમુદ્રમાં રોકવા માટે ખર્ચવામાં આવશે

5 / 6
તેમણે જણાવ્યું હતું કે ગેરકાયદે માછીમારી પ્રવૃત્તિઓ દ્વારા ઉભા થતા જોખમોને રોકવા માટે 'ધ ગ્રેટ બેરિયર રીફ મરીન પાર્ક ઓથોરિટી'ને 253 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

6 / 6
ગ્રેટ બેરિયર રીફ મરીન પાર્ક ઓથોરિટી વિશ્વની સૌથી મોટી કોરલ રીફ ઇકોલોજીનું સંચાલન કરે છે. તેને ક્લાઈમેટ ચેન્જથી ખતરો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર સંશોધન માટે 93 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર રાખવામાં આવ્યા છે.

Next Photo Gallery