
આ ત્રીજો હુમલાખોર છે. આ ત્રણેય હુમલાખોરોએ તેમની યોજનાને અંજામ આપ્યા બાદ જય શ્રી રામના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. ત્યાં સુધીમાં પોલીસે ત્રણેયને પકડી લીધા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, અતિક અશરફની હત્યા કરનારો લવલેશ તિવારી બાંદાનો રહેવાસી છે, જ્યારે અરુણ મૌર્ય હમીરપુરનો રહેવાસી છે, ત્રીજો આરોપી સની કાસગંજ જિલ્લાનો છે.

આ ત્રણની ધરપકડ કરીને પોલીસ તેમને પોતાની સાથે લઈ ગઈ હતી. આ પછી એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને 25 સ્થળોએ માર્કિંગ કરીને હત્યામાં સંડોવાયેલી તમામ વસ્તુઓને પોતાની કસ્ટડીમાં લીધી હતી. પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓએ પોત-પોતાનું સરનામું આપ્યું છે, પોલીસ તેમના નિવેદનોની ખરાઈ કરી રહી છે. અધિકારીઓ તરફથી એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે ત્રણેય અતીક અને અશરફની હત્યા કરવાના હેતુથી પ્રયાગ રાજ આવ્યા હતા.
Published On - 7:22 am, Sun, 16 April 23