
રિપોર્ટ મુજબ કેએલ રાહુલ પોતાની કમરની સર્જરી માટે જર્મની જવા રવાના થયો છે. જ્યાં તેની ગર્લફ્રેન્ડ અથિયા શેટ્ટી પણ તેની સાથે ગઈ હતી. હવે બંને એક મહિના સુધી જર્મનીમાં સાથે રહેશે. આ પહેલીવાર નથી જ્યારે બંને એકસાથે ઈન્ટરનેશનલ ટૂર પર ગયા હોય, આ પહેલા પણ તેઓ ઘણી ફોરેન ટ્રિપ્સ એકસાથે કરી ચૂક્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ કેએલ રાહુલ અને અથિયા દ્વારા હજી સુધી આ વિશે કોઈ જાણકારી શેર કરવામાં આવી નથી. પરંતુ શું તમે જાણો છો કે બંનેના અફેરને લઈને જે અટકળો લગાવવામાં આવી રહી છે.