
ભારે પવન અને વરસાદને કારણે અનેક આંબાના વૃક્ષો અને વીજ થાંભલાઓને ભોંય ભેગા કરી દીધા છે. જ્યારે કેરીઓ લેવાનો સમય હતો ત્યારે જ આખરી સમયે આંબામાંથી કેરીઓ ખરી પડી છે.

ખેડૂતો કેરીના બગીચાઓ લાખો રૂપિયાથી ઈજારદારોને આપી નિશ્ચિત બની જાય છે ત્યારે આ નુકસાની ખરા અર્થમાં ઈજારદારોને જ હોય છે. આથી સરકાર દ્વારા બગીચાના માલિક ખેડૂતોને નહીં પરંતુ ઈજારદારોને જ યોગ્ય સહાય ચુકવાય તો તેઓ આજીવિકા ચલાવી શકશે

તોફાન સાથે આવેલા વરસાદે સમગ્ર ગીર પંથકમાં કેસર કેરીને કરોડો રૂપિયાનુ નુકસાન પહોંચાડ્યુ છે. જ્યારે અન્ય પાકો તો અલગથી નુકસાન પામ્યા છે.બાગાયતી ખેડૂતો અને કેરીની ઈજારદારોને વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

હાલ સરકાર દ્વારા કમોસમી વરસાદને પગલે થયેલા નુકસાન પેટે સહાય પેકેજની જાહેરાત કરાઈ છે ત્યારે આંબાવાડિયા ધરાવતા બાગાયતી ખેડૂતો પણ સરકાર તરફ સહાયની મીટ માંડીને બેઠા છે. ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોષી-ગીરસોમનાથ