
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ અજય કુમાર લલ્લુએ પાર્ટીના UP પ્રભારી પ્રિયંકા ગાંધી સાથે મળીને ચૂંટણી પ્રચારને વેગ આપ્યો હતો. લલ્લુ તમકુહિરાજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા છે. આવી સ્થિતિમાં જો કોંગ્રેસ પાર્ટીની સરકાર બને છે તો તેઓ મુખ્યમંત્રી પદના દાવેદાર બની શકે છે.

બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. જો કે આ વખતે તેમણે ચૂંટણી લડી નથી, પરંતુ જો તેમની પાર્ટી જીત મેળવે છે તો તેમનું મુખ્યમંત્રી બનવાનુ લગભગ નિશ્ચિત છે.

પંજાબમાં કોંગ્રેસ પાર્ટીએ ફરી એકવાર મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર વિશ્વાસ કર્યો છે. પાર્ટીમાં ઉથલપાથલ બાદ અમરિંદર સિંહે પાર્ટી છોડી દીધી હતી. આ પછી કોંગ્રેસે ચન્નીને CM બનાવવામાં આવ્યા. તેણે લગભગ ચાર મહિના સુધી પંજાબની કમાન સંભાળી છે. જો કે પંજાબમાં કોંગ્રેસની સરકાર બને છે તો તેઓ ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી બની શકે છે.

આમ આદમી પાર્ટીએ પંજાબમાં મુખ્યમંત્રી પદ માટે ભગવંત માનનું નામ આગળ કર્યું છે. એક્ઝિટ પોલ સંકેત આપી રહ્યા છે કે રાજ્યમાં AAPની સરકાર આવી શકે છે. જો આમ થશે તો માન CM બની શકે છે.

કોંગ્રેસ છોડ્યા બાદ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે પોતાની પાર્ટી બનાવી. આ પાર્ટીનું નામ પંજાબ લોક કોંગ્રેસ છે અને તેનું ભાજપ અને સંયુક્ત અકાલી દળ સાથે ગઠબંધન છે. આવી સ્થિતિમાં જો આ ગઠબંધનની સરકાર બને છે તો CM તરીકે અમરિંદર સિંહનું નામ સૌથી આગળ હશે.

Pushkar Singh Dhami - File Photo

ઉત્તરાખંડમાં કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી કોઈ નેતાનું નામ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે આગળ કર્યું નથી. પરંતુ ચર્ચા છે કે કોંગ્રેસ પૂર્વ CM હરીશ રાવતને મુખ્યમંત્રી બનાવી શકે છે.

Pramod Sawant to be sworn in as CM today

આમ આદમી પાર્ટીએ ગોવામાં પુરી તાકાત સાથે ચૂંટણી લડી છે. પાર્ટીને આશા છે કે તે રાજ્યમાં સરકાર બનાવી શકે છે.તમને જણાવી દઈએ ક, AAPએ અમિત પાલેકરને મુખ્યમંત્રીનો ચહેરો બનાવ્યો છે.જો ગોવામાં AAPની સરકાર બને છે તો તેઓ મુખ્યમંત્રી બની શકે છે.

મણિપુરમાં ભાજપનો CM ચહેરો એન બિરેન સિંહ છે, જેઓ હાલમાં મુખ્યમંત્રી પદ સંભાળી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને મણિપુરના પ્રભારી સંબિત પાત્રાએ પહેલેથી જ કહ્યું હતું કે મણિપુરમાં માત્ર એન બિરેન સિંહ જ સરકારનું નેતૃત્વ કરશે.

મણિપુરમાં CMના ચહેરા તરીકે કોંગ્રેસમાં ઓકરામ ઈબોબી સિંહનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. તેઓ 15 વર્ષથી રાજ્યમાં CM છે.જો તેમની સરકાર બનશે તો સિંહનું નામ મોખરે રહેશે.