
ગત વર્ષે 4,46,154 લોકોએ આ ગાર્ડનની મુલાકાત લીધી હતી. આ વર્ષે આ આંકડો માત્ર 15 દિવસમાં પાર થઈ ગયો.

આ રેકોર્ડ ટ્યૂલિપ ગાર્ડનના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ મુલાકાતીઓનો રેકોર્ડ છે, જેને બહુ ઓછા સમયમાં જ પાર કરી લેવામાં આવ્યો છે.

ટ્યૂલિપ ગાર્ડનની સુંદરતા વિશ્વભરના પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષિત કરી રહી છે. Image Source : ANI

શ્રીનગરમાં ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન 26 માર્ચે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તે 20 એપ્રિલ, 2025 સુધી ખુલ્લું રહેશે. આ સમય દરમિયાન આપ પણ તેની મુલાકાત લઈ શકો છો . Image Source : pti

ટ્યૂલિપ ગાર્ડનની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય એપ્રિલનું પ્રથમ સપ્તાહ હોય છે . આ સમય દરમિયાન ટ્યૂલિપ્સ સંપર્ણ ખીલે છે?

ટ્યૂલિપ ગાર્ડનની મુલાકાત લેતા લોકો ફૂલોની સામે પોતાના ફોટોગ્રાફ પણ લઈ રહ્યા છે. બાળકો, યુવાનો અને મહિલાઓ અહીં મોટી સંખ્યામાં આવી રહ્યા છે. Image Source : pti
Published On - 3:52 pm, Sun, 13 April 25