
પુરુષોની 4x400 મીટર રિલેમાં, અમોજ જેકબ, મોહમ્મદ અજમલ, મિઝો કુરિયન ચાકો અને રાજેશ રમેશની ટીમ 3:1.80 સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહી અને સિલ્વર મેડલ જીત્યો.રેજોઆના મલિક હીના, ઐશ્વર્યા મિશ્રા, જ્યોતિ દાંડી અને સુભા વેંકટેસનની ટીમે મહિલાઓની 4x400 મીટર રિલેમાં 3:33.73ના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

પુરુષોના ભાલા ફેંકમાં ડીપી મનુએ 81.01 મીટરના પ્રયાસ સાથે સિલ્વર જીત્યો. વર્તમાન સિઝનમાં ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા પછી એશિયન ભાલા ફેંકનારાઓમાં મનુ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર છે. વર્તમાન સિઝનમાં તેનો શ્રેષ્ઠ પ્રયાસ 84.33 મીટર રહ્યો છે.